Ahmedabad

અમદાવાદ: શામળાજીથી દારૂ ભરેલી કાર છેક મણિનગર પહોંચી, ફિલ્મી ઢબે પીછો થતાં બે બુટલેગર 17 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

By GS Team
7 Nov 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ પોલીસે દિવાળી ટાણે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. શામળાજી બોર્ડરથી કાગડાપીઠમાં દારૂ ઠાલવવા નીકળેલી ક્રેટા કારનો ઝોન-6 LCB સ્ક્વોડે મણિનગર ઝગડિયા બ્રિજ પાસેથી ફિલ્મી ઢબે પીછો કરીને 2 બુટલેગરને ઝડપી લીધા હતા. પોલીસે રૂ. 17.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને 5 ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: શામળાજીથી દારૂ ભરેલી કાર છેક મણિનગર પહોંચી, ફિલ્મી ઢબે પીછો થતાં બે બુટલેગર 17 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

Ahmedabad News: દિવાળીના તહેવારો ટાણે અમદાવાદ પોલીસની નાકાબંધી વચ્ચે શામળાજી રાજસ્થાન બોર્ડરથી કાગડાપીઠમાં વિદેશી દારૂ ઠાલવવા નીકળેલી ક્રેટા કારનો ફિલ્મી ઢબે પીછો કરીને ઝોન-6 એલસીબી સ્ક્વોડે મણિનગર ઝગડિયા બ્રિજ પાસેથી રૂ.17.31 લાખના મુદ્દામાલ સાથે બે બુટલેગરને ઝડપી લીધા છે.

5 ફરાર આરોપીઓની શોધખોળ શરૂ

પોલીસે કાર રોકવાનો પ્રયાસ કરતાં આરોપીઓએ વાહન ભગાવ્યું હતું, જેથી પોલીસકર્મીએ એક્ટિવા પર પીછો કરી બંનેને ઝડપી પાડ્યા હતા. આ મામલે પોલીસે દારૂ સપ્લાય કરનાર અને સ્થાનિક સ્તરે જથ્થો મંગાવનાર સહિત કુલ 5 આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

image.png

બાતમી મળતા વોચ ગોઠવવામાં આવી હતી

​તહેવારોને ધ્યાને રાખી શહેરમાં દારૂનું વેચાણ અટકાવવા ઠેર-ઠેર સઘન વાહન ચેકિંગ ચાલી રહ્યું છે. આ દરમિયાન શામળાજી બોર્ડરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ભરીને લક્ઝૂરિયસ ક્રેટા કારમાં બે બુટલેગરો અમદાવાદમાં પ્રવેશી ગયા હતા અને કાગડાપીઠ વિસ્તારમાં આ જથ્થો ઉતારવાના હતા. આ અંગે બાતમી મળતા તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી વોચ ગોઠવી દેવામાં આવી હતી.

image.png

ફિલ્મી ઢબે કારને આંતરી લેવામાં આવી

​બાતમી મુજબની ક્રેટા કાર મણિનગર ઝગડિયા બ્રિજ પાસેથી પસાર થતાં જ બે પોલીસ કોન્સ્ટેબલે તેને રોકવાનો ઈશારો કર્યો હતો. જોકે, ચાલકે કાર ઊભી રાખવાને બદલે હંકારી મૂકી હતી. LCB ટીમે તાત્કાલિક એક્ટિવા પર કારનો પીછો કર્યો હતો અને આગળ જઈને કારને આંતરી લીધી હતી. પોલીસે કારમાંથી સાહિલ ઉર્ફે બોબી ઉર્ફે ભેદરો વાઘેલા (ઉં.વ. 22, રહે. કાગડાપીઠ) અને ધ્રુવ ઉર્ફે ધુલિયો પરમાર (ઉં.વ. 22, રહે. કાગડાપીઠ)ની ધરપકડ કરી દારૂ, બિયર અને કાર સહિત કુલ રૂ. 17.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.