Ahmedabad

અમદાવાદ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ રદ, મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખી રેલવેનો નિર્ણય

By GS Team
9 Oct 20262 mins read
TukuTouch Logo
દિલ્હીમાં 10 ઓક્ટોબરે વિરોધ પક્ષોના દેખાવોને કારણે ભારતીય રેલવેએ મહત્વનો નિર્ણય લીધો છે. મુસાફરોની સુરક્ષા અને ટ્રાફિક જામ ટાળવા અમદાવાદથી નવી દિલ્હી જતી ટ્રેન નંબર 12957 સાબરમતી-નવી દિલ્હી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ રદ કરાઈ છે. 10 ઓક્ટોબરે સવારે 4.00 થી બપોરે 2.00 વાગ્યા દરમિયાન દિલ્હી પહોંચતી તમામ ટ્રેનો રદ કરાઈ છે. મુસાફરોને ટ્રેનનું સ્ટેટસ તપાસવા અપીલ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ રદ, મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખી રેલવેનો નિર્ણય

Rajdhani Express Train Cancelled: દિલ્હીમાં વિરોધ પક્ષો દ્વારા 10મી ઓક્ટોબરના રોજ આયોજિત દેખાવો અને ચક્કાજામની શક્યતાને પગલે ભારતીય રેલવેએ મુસાફરોની સુવિધા અને સુરક્ષા માટે મોટો નિર્ણય લીધો છે. રેલવે દ્વારા જાહેર કરાયેલી આકસ્મિક યોજના (Contingency Plan) હેઠળ અમદાવાદથી ઉપડતી પ્રતિષ્ઠિત ટ્રેન નંબર 12957 સાબરમતી (અમદાવાદ)-નવી દિલ્હી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસને રદ કરવામાં આવી છે.

ટ્રાફિક જામ અને મુસાફરોની હાલાકી અટકાવવા અગમચેતીનું પગલું

દિલ્હી ટ્રાફિક પોલીસની એડવાઈઝરી મુજબ, 10મી ઓક્ટોબરે સવારે 4.00થી બપોરે 2.00 વાગ્યા દરમિયાન નવી દિલ્હી અને હઝરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશનની આસપાસ ભારે ટ્રાફિક જામ અને માર્ગો બંધ રહેવાની શક્યતા છે. તાજેતરમાં આવા જ વિરોધ દરમિયાન રસ્તા બંધ હોવાથી લગભગ 5 હજાર જેટલા મુસાફરો સમયસર સ્ટેશને પહોંચી શક્યા નહોતા અને ટ્રેન ચૂકી ગયા હતા. આવી અફરાતફરી અને મુસાફરોની હાલાકી ફરી ન સર્જાય તે હેતુથી સરકારે 'પેસેન્જર ફર્સ્ટ' અભિગમ અપનાવી અગમચેતીરૂપે આ પગલું ભર્યું છે.

નવમી ઓક્ટોબરે બપોરે 2.00 વાગ્યા પછી પ્રારંભિક સ્ટેશનથી રવાના થઈને 10મી ઓક્ટોબરની સવારે 4.00થી બપોરે 2.00 વાગ્યા વચ્ચે દિલ્હી પહોંચતી તમામ મેઇલ/એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે. આ નિર્ણય હેઠળ અમદાવાદથી નવી દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસને પણ તેના પ્રારંભિક સ્ટેશનથી જ રદ કરી દેવામાં આવી છે.

મુસાફરો માટે રેલવેની ખાસ સલાહ

રેલવે પ્રશાસને મુસાફરોને અસુવિધા ટાળવા માટે ઘરની બહાર નીકળતાં પહેલાં પોતાની ટ્રેનનું સ્ટેટસ ચકાસી લેવા અને રેલવે હેલ્પલાઇન અથવા સત્તાવાર વેબસાઇટનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.

સમયમાં ફેરફાર કરાયેલી (રિશેડ્યુલ) ટ્રેનો:

  • ટ્રેન નંબર 12951 (MMCT - NDLS): મુંબઈ સેન્ટ્રલથી 09-10-2026ના રોજ સાંજે 17:00 વાગ્યે ઉપડતી આ ટ્રેન પોતાના નિર્ધારિત સમય કરતાં 05:00 કલાક મોડી (રિશેડ્યુલ) ઉપડશે.
  • ટ્રેન નંબર 12953 (MMCT - NZM): મુંબઈ સેન્ટ્રલથી 09-10-2026ના રોજ સાંજે 17:10 વાગ્યે ઉપડતી આ ટ્રેન પણ પોતાના નિર્ધારિત સમય કરતાં 05:00 કલાક મોડી (રિશેડ્યુલ) ઉપડશે.

સંપૂર્ણપણે રદ કરવામાં આવેલી ટ્રેનો:

09-10-2026ના રોજ પોતાના પ્રારંભિક સ્ટેશનથી ઉપડનારી નીચે મુજબની ટ્રેનો સંપૂર્ણપણે રદ રહેશે:

ટ્રેન નંબર 12247: બાંદ્રા ટર્મિનસ (BDTS) થી હઝરત નિઝામુદ્દીન (NZM) * ટ્રેન નંબર 12957: સાબરમતી (SBIB) થી નવી દિલ્હી (NDLS)

ટ્રેન નંબર 20155: ડૉ. આંબેડકર નગર (DADN) થી નવી દિલ્હી (NDLS)

ટ્રેન નંબર 09309: ઇન્દોર (INDB) થી હઝરત નિઝામુદ્દીન (NZM)

ટ્રેન નંબર 12415: ઇન્દોર (INDB) થી નવી દિલ્હી (NDLS)