Ahmedabad

અમદાવાદમાં ખેલૈયાઓ માટે ખુશખબર: નવરાત્રિમાં આજથી રાત્રે 2 વાગ્યા સુધી દોડશે મેટ્રો ટ્રેન, જાણો રૂટ અને સમય

By GS Team
14 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં નવરાત્રિ પર્વને ધ્યાને રાખી મેટ્રો ટ્રેનનો સમય લંબાવાયો છે. 14થી 19 ઑક્ટોબર દરમિયાન મેટ્રો ટ્રેન રાત્રે 11થી મધરાત 2 વાગ્યા સુધી દોડશે. ગરબા રમવા જતાં લોકો માટે GMRC દ્વારા આ નિર્ણય લેવાયો છે. વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ અને APMCથી કોટેશ્વર રોડ રૂટ પર દર 30 મિનિટે ટ્રેન મળશે. રૂ. 50ની સ્પેશિયલ ટિકિટ મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં ખેલૈયાઓ માટે ખુશખબર: નવરાત્રિમાં આજથી રાત્રે 2 વાગ્યા સુધી દોડશે મેટ્રો ટ્રેન, જાણો રૂટ અને સમય

Ahmedabad Metro Late Night Service In Navratri: નવરાત્રિ દરમિયાન ગરબા રમવા જતાં લોકોની સુવિધા માટે અમદાવાદ મેટ્રો રેલ કોર્પોરેશન(GMRC) દ્વારા મેટ્રો ટ્રેનના સંચાલનનો સમય લંબાવવામાં આવ્યો છે. હાલમાં અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવા સવારે 6:20 વાગ્યાથી રાત્રે 11:00 વાગ્યા સુધી કાર્યરત છે. જો કે, નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને 14 ઑક્ટોબરથી 19 ઑક્ટોબર સુધી મેટ્રો ટ્રેનનો સમય રાત્રે 11 વાગ્યાથી વધારીને મધરાતના 2 વાગ્યા સુધી કરાયો છે.

આ નિર્ણયથી મોડી રાત સુધી ગરબા રમતાં લોકો તેમજ અન્ય પેસેન્જરોને ઘરે પરત ફરવા માટે મેટ્રોની સુવિધા મળશે. GMRC દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ અલગ-અલગ રૂટ પર નિર્ધારિત સમયાંતરે ટ્રેનો દોડશે.

કયા રૂટ પર છેલ્લી મેટ્રો ક્યારે મળશે?

વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ; સમયાંતર - દર 30 મિનિટે ટ્રેન

  • વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ તરફ છેલ્લી મેટ્રો રાત્રે 2:00 વાગ્યે ઉપડશે
  • થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ તરફ છેલ્લી મેટ્રો રાત્રે 2:12 વાગ્યે ઉપડશે
  • આ રૂટ પર રાત્રે 11:30 વાગ્યાથી મધરાત બાદ 2 વાગ્યા સુધીના સમય દરમિયાન મેટ્રો ટ્રેનોનું દર 30 મિનિટે સંચાલન થશે

APMCથી કોટેશ્વર રોડ; સમયાંતર - દર 30 મિનિટે ટ્રેન

  • APMCથી કોટેશ્વર રોડ તરફ છેલ્લી મેટ્રો રાત્રે 2:14 વાગ્યે ઉપડશે
  • કોટેશ્વર રોડથી એપીએમસી તરફ છેલ્લી મેટ્રો રાત્રે 2:07 વાગ્યે ઉપડશે

APMCથી સેક્ટર-1; સમયાંતર - દર 60 મિનિટે ટ્રેન

  • APMCથી સેક્ટર-1 તરફ છેલ્લી મેટ્રો રાત્રે 12:44 વાગ્યે ઉપડશે
  • સેક્ટર-1થી APMC તરફ છેલ્લી મેટ્રો રાત્રે 12:38 વાગ્યે ઉપડશે

સ્પેશિયલ પેપર ટિકિટ રૂ.50માં મળશે

મેટ્રોના લંબાવાયેલા સંચાલન સમય દરમિયાન પેસેન્જરો માટે રૂ. 50ની સ્પેશિયલ પેપર ટિકિટ ઉપલબ્ધ રહેશે. આ ટિકિટ મેટ્રો સ્ટેશન પર મળશે અને તેનો ઉપયોગ માત્ર એક જ પેસેન્જર કરી શકશે. નવરાત્રિ દરમિયાન મોડી રાત સુધી ગરબા રમતાં લોકો માટે મેટ્રોનો સમય વધારવાનો નિર્ણય ઉપયોગી સાબિત થશે. ખાસ કરીને ખાનગી વાહન અથવા અન્ય પરિવહનના સાધનો પર નિર્ભર રહેવાને બદલે પેસેન્જરો મેટ્રોનો ઉપયોગ કરીને ઘરે પરત ફરી શકશે. આ સુવિધાથી રાતના સમયે લોકોને ટ્રાફિકની સમસ્યાથી પણ મુક્તિ મળશે.