Ahmedabad

અમદાવાદ: નારોલમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, ₹14 લાખના મુદ્દામાલ સાથે 3ને ઝડપી પાડ્યા

By GS Team
26 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નારોલના બંધ મકાનમાંથી 14.35 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે એક સગીર સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. મોહંમદ સોહેલ અને મોહંમદ રહેમાન નામના મુખ્ય આરોપીઓ અગાઉ પણ ચોરીના ગુનાઓમાં વોન્ટેડ હતા. પોલીસે ચોરીનો તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: નારોલમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, ₹14 લાખના મુદ્દામાલ સાથે 3ને  ઝડપી પાડ્યા

Ahmedabad Crime News: Ahmedabad Crime News: અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે નારોલ વિસ્તારમાં થયેલી લાખો રૂપિયાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. 18મી ઓક્ટોબરથી 19મી ઓક્ટોબર 2026 દરમિયાન નારોલમાં એક મકાનનું તાળું તોડીને 19,10,850 રૂપિયાના સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી થઈ હતી. આ મામલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે બે રીઢા ગુનેગારો અને એક કિશોર સહિત કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે.

બંધ મકાનને નિશાન બનાવી કરી હતી ચોરી

મળતી માહિતી અનુસાર, આ ચોરીના CCTV ફૂટેજ સામે આવ્યા હતા. જેમાં એક મોપેડ પર ત્રણ શખસ આવે છે. એ પછી ઘરમાં ઘૂસે છે અને ચોરી કરે છે.જે બાદ થોડિકવારમાં ચોરી કરીને ત્યાંથી ભાગી જાય છે.

image.png

પકડાયેલા આરોપીઓની ઓળખ બાપુનગરમાં રહેતા મોહંમદસોહેલ ઉર્ફે સાહિલ ઉર્ફે પાગલ (ઉ.વ. 22) અને મોહંમદરેહમાન ઉર્ફે શાહરૂખ ઉર્ફે માઉ (ઉ.વ. 20) તરીકે થઈ છે. પોલીસે આરોપીઓ પાસેથી 13,02,800 રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીના, 22,770 રૂપિયા રોકડા, 50,000 રૂપિયાનું એક્સેસ સ્કૂટર અને 60,000 રૂપિયાના 2 મોબાઈલ ફોન સહિત કુલ 14,35,570 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

image.png

આરોપીઓનો ગુનાઈત ઈતિહાસ તપાસતા સામે આવ્યું છે કે બંને અગાઉ અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે. આરોપી મોહંમદસોહેલ વિરુદ્ધ નિકોલ, વટવા અને વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં મળીને કુલ 7 જેટલા ગુના નોંધાયેલા છે, જેમાં તે વોન્ટેડ પણ હતો. જ્યારે આરોપી મોહંમદરેહમાન ઓઢવ, રામોલ, બાપુનગર અને ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં અગાઉ ચોરી અને મારામારીના ગુનામાં પકડાયેલો છે અને હાલ અમરાઈવાડી પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ હતો. પકડાયેલા કિશોર સામે પણ અગાઉ બાપુનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો છે.