Get The App

શ્રાદ્ધપક્ષ : એક કાગડો અને એક કાગડીની લવસ્ટોરી

Updated: Sep 11th, 2025

GS TEAM

Google News
Google News
શ્રાદ્ધપક્ષ : એક કાગડો અને એક કાગડીની લવસ્ટોરી 1 - image

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- રેવન કુમાર અને ક્રો કુમારી શ્રાદ્ધની મેક્રોની આરોગતા હતા. ક્રો કુમારીએ અજબ રીતે રેવન કુમાર સામે જોયું ને પછી પંજો લંબાવીને કહ્યું, 'હાય આયમ ક્રો કુમારી, બટ યુ કેન કોલ મી જસ્ટ ક્રો!'

શ્રાદ્ધપક્ષ શરૂ થાય કે કાગડાઓનો ભાવ વધી જાય. જંગલવાસીઓ પિતૃઓનું શ્રાદ્ધ કરે ને એમાં કાગડાઓને ખવડાવવાથી પિતૃઓને મળી જશે એવું માને એટલે કાગડાઓને નવી નવી વાનગીઓનો રસથાળ મળી જાય. આડા દિવસોમાં ઉપવાસો કરતાં કે માંડ એક ટંક ખાતાં કાગડાઓ શ્રાદ્ધપક્ષમાં ઓવર ઈટિંગ કરતા.

જમાનો બદલાયો એમ કાગડાઓ પણ બદલાયા હતા. જૂની પેઢીના કાગડાઓ માત્ર ખાવા પર ફોકસ કરતા, પરંતુ નવી પેઢીના કાગડાઓ શો-ઓફ કરવાનું પણ ચૂકતા નહીં. ભોજન અને યજમાન સાથેની સેલ્ફી સોશિયલ મિડીયામાં અપલોડ કરતા. હેશટેગ શ્રાદ્ધ સાથેની પોસ્ટથી સોશિયલ મિડીયા ઉભરાઈ જતું. કાગડાઓ સાવ ચીલા-ચાલુ કેપ્શન લખતા : શ્રાદ્ધપક્ષના ૫૬ પકવાનો... શ્રાદ્ધપક્ષનો આનંદ... શ્રાદ્ધ અને ભોજન... કાગડાઓ પાસે શો-ઓફની એવી આવડત હતી નહીં. હેશટેગમાં પણ ખાસ વરાયટી નહીં. હેશટેગ શ્રાદ્ધ, હેશટેગ શ્રાદ્ધપક્ષ, હેશટેગ ટ્રેડિશન...

કાગડા કરતાં કાગડીઓના કેપ્શન મજેદાર રહેતા. કાગડીઓ લખતી : ફૂડ મી અન્ડ શ્રાદ્ધ.. ફીસ્ટ યોર આઈસ... ફૂડ ફુલ ઓફ મૂડ... બંચ ઓફ વાઈબ્સ વિથ શ્રાદ્ધ... એવરી બાઈટ ટેલ્સ અ સ્ટોરી... એમાં વળી બે-ચાર ફેન્સી હેશટેગ પણ હોય. હેશટેગ શ્રાદ્ધ તો હોય જ, એ સિવાય હેશટેગ આર્ટ ઓફ પ્લેટિંગ, હેશટેગ ફૂડી, હેશટેગ યમ્મી, હેશટેગ ફૂડલવર.. હેશટેગ ફેસ્ટવાઈબ્સ...

શ્રાદ્ધનું આરોગવા જતાં કાગડાઓ તૈયાર થવામાં સમય આપતા નહીં. નિયત સમયે ઘરેથી મોં ધોઈને નીકળે ત્યારે દરરોજ હોય એવા કપડાં જ પહેરીને નીકળી પડે. જ્યાં બીજા કાગડાઓની ભીડ હોય ત્યાં ખાવાનું સારું હશે એમ માનીને ત્યાં જ આરોગવા માંડે. ખાસ જામે નહીં તો બીજે બે-ચાર જગ્યાએ જાય અને એમ પેટ ભરીને તડકો ચડે એ પહેલાં પાછા આવી જાય.

પણ કાગડીઓ એવી ઉતાવળમાં ન હોય. નવા જમાનાની પરિણીત કાગડીઓના હસબંડો ઉતાવળ કરે તો એ સીધું ચોપડાવી દે : 'ટક ટક નહીં કરવાની. ઉતાવળ હોય તો જતું રહેવાનું. હું મારું કરી લઈશ.' એવા હસબંડોને જોઈને વયોવૃદ્ધ કાગડાઓ અંદરો અંદર વાતો કરી લેતા. એક કહેતો : 'મારી તો એક રાડ પડે કે તમારી ભાભી તરત બહાર આવી જાય!' બીજો સમર્થનમાં બોલતો : 'હવે આવું બધું શરૂ થયું છે. આપણાં સમયમાં તો ક્યાં આવું બધું હતું. મારી જ વાત કરું? હું ઉડું કે પાછળ એને આવવું જ પડે!'

શ્રાદ્ધપક્ષ કાગડાઓનો વાર્ષિક ઉત્સવ તો હતો જ. સાથે સાથે કાગડા સમાજની સંસ્કૃતિમાં એની ખૂબ ઊંડી અસર હતી. શ્રાદ્ધપક્ષ આખાય કાગડાસમાજ માટે સ્નેહમિલનનો સમય પણ બની રહેતો. આમ વર્ષભર ન મળી શકતાં કેટલાય પરિવારો શ્રાદ્ધપક્ષમાં યજમાનના ઘરે એક સાથે જમતા ને ભાત-ભાતની વાતો કરતા. પહેલાના જમાનામાં તો વડીલો શ્રાદ્ધપક્ષમાં ભોજન લેતા લેતા જ પોતાના સંતાનોના લગ્નો નક્કી કરી નાખતા. બેય પરિવારના સભ્યો સામ-સામે બેસીને જમતા હોય ત્યાં યુવા કાગડા-કાગડીઓનું ગોઠવાઈ જતું.

હવે એ પરંપરા જરા જુદી રીતે આગળ વધવા માંડી છે. શ્રાદ્ધપક્ષ હજુય અનેક કાગડા-કાગડીઓ માટે નવા લાઈફ પાર્ટનર શોધવાનું નિમિત્ત બનતો હતો. શ્રાદ્ધમાં કોઈ કોમન વાનગી પસંદ હોય એવા કાગડા-કાગડી યજમાનના ધાબે બેસીને વાતો કરતા અને એકબીજાની લાઈક્સ-ડિસલાઈક્સની વાતો કરતા. ને એમ સાંજે તો કોફીડેટમાં મળવાનું નક્કી કરી લેતા. આ રીતે શ્રાદ્ધમાં જ જોડીઓ બની જતી.

એવી જ જોડી બની હતી રેવન કુમાર અને ક્રો કુમારી વચ્ચે. બંને શ્રાદ્ધની મેક્રોની આરોગતા હતા. બંનેની ચોઈસ સરખી હતી. ચીઝ મેક્રોનીનો ટૂકડો ચાંચમાં નાખીને રેવન કુમાર ક્રોની નજીક આવીને બોલ્યો : 'બીજા બધા ફ્લેવર્સ એક તરફ અને ચીઝી વ્હાઈટ મેક્રોની એક તરફ.'

ક્રો કુમારી માત્ર હસી. પણ તેનાથી રેવન કુમારની હિંમત ખુલી. એણે નાચોઝનો કટકો કાપતા કહ્યું, 'આઈ લાઈક નાચોઝ એન્ડ મેક્રોની  કોમ્બો! એક્ચ્યુઅલી નાચોઝ મસ્ત ટેસ્ટ બ્રેકરનું કામ કરે છે.'

ક્રો કુમારીએ અજબ રીતે રેવન કુમાર સામે જોયું ને પછી પંજો લંબાવીને કહ્યું, 'હાય આયમ ક્રો કુમારી, બટ યુ કેન કોલ મી જસ્ટ ક્રો!'

ક્રો કુમારીનો પંજો અડતા જ રેવન કુમારનું હૃદય જોરથી ધડકવા માંડયું. ક્રો કુમારીની આંખોમાં જોઈને એ બોલ્યો, 'મને ઘરમાં બધા રેવુ બોલાવે છે.'

ને એ પળે જ એક લવસ્ટોરી આકાર પામી ચૂકી હતી. બંનેએ ઘણી વાતો કરી. ક્રો કુમારી ઉડવાની તૈયારી કરતી હતી ત્યારે રેવન કુમારે કહ્યું, 'હું નવી નવી જગ્યાએ ફૂડ એક્સપ્લોર કરતો હોઉં છું. હજુ શ્રાદ્ધપક્ષ ચાલવાના છે. આ મારું ઈન્સ્ટા આઈડી છે. તમે સ્કેન કરી લો. સારી જગ્યા હશે તો હું તમને મેસેજ કરીશ.'

પછી તો આખું શ્રાદ્ધપક્ષ બંનેએ ભેગા જ જમ્યું. બપોરે સાથે જમવાનું અને સાંજે કોફી પીવા ભેગા થવાનું એ તેમનો ક્રમ બની ગયો.

એક દિવસ ક્રોના ફાધરે બંનેને ભેગા જોઈ લીધા. ક્રોને તાકીદ કરતાં એણે કહ્યું, 'રેવનથી દૂર રહેશે. આપણીને એની બ્રિડ જુદી છે!'