ભારત દેશ મહાન .
શૂન્ય અને અંક પધ્ધતિની શોધ પ્રાચીન ભારતમાં થઈ હતી.
બીજગણિત (એલ્જીબ્રા) અને ત્રિકોણમિતિ( ટ્રિગ્નોમેટ્રી) નો પ્રથમ અભ્યાસ પ્રાચીન ભારતમાં શરૂ થયેલો.
વિશ્વની પ્રથમ યુનિવર્સિટી તક્ષશિલા ભારતમાં ઇ.સ.પૂર્વ ૭૦૦માં સ્થપાયેલી તે સમયે તેમ વિશ્વભરમાંથી આવેલા ૧૦૦૦૦ કરતાં વધુ વિદ્યાર્થી ૬૦ વિષયોનો અભ્યાસ કરતા.
ભારતમાં ૨૬૦૦ વર્ષ પહેલા આચાર્ય સુશ્રુતે દર્દી ઉપર સર્જરી કરવાની શોધ કરેલી. તે જમાનામાં મોતિયા પથરી, ફ્રેક્ચર અને કૃત્રિમ અંગો બેસાડવાના ઓપરેશન થતા.
વિશ્વનું પ્રથમ ગ્રેનાઈટ મંદિર ભારતના તમિલનાડુમાં બંધાવેલું. તાંજુવરમ્ આ મંદિર ઇ.સ. ૧૦૦૪માં બંધાયેલુ તેનો ઘુુમ્મટ ૮૦ ટન વજનનો છે.
આજે વિશ્વનું સૌથી વધુ ઊંચાઈએ આવેલુ ક્રિકેટ ગ્રાઉન્ડ ભારતના હિમાલય પ્રદેશમાં છે. તેની પીચ દરિયાની સપાટીથી ૨૪૪૪ મીટરની ઊંચાઈએ છે.