ટાઈટેનિક જહાજ વિશે આ પણ જાણો
ટાઈટેનિકની લંબાઈ ૮૮૨ ફૂટ અને ઊંચાઇ ૧૭૫ ફૂટ હતી તેનું વજન ૪૬૩૨૮ ટન હતું.
ટાઈટેનિકમાં ચાર સિલિન્ડર વાળા બે સ્ટીમ એન્જિન હતા.
ટાઈટેનિક ૪૬૦૦૦ હોર્સ પાવરથી ચાલતી તે વધુમાં વધુ કલાકના ૪૩ કિલોમીટરની ઝડપે ચાલતી. તેમાં એક દિવસમાં ૮૨૫ ટન કોલસો વપરાતો.
ટાઈટેનિકની વ્હિંસલ ૨૦ કિલોમીટર દૂર સુધી સંભળાતી.
ટાઈટેનિક તેની પ્રથમ સફરમાં જ ડૂબી ગઈ ત્યારે તેમાં ૨૨૨૪ પ્રવાસી હતા. તેમાંથી ૧૫૧૪ના મૃત્યુ થયેલા અને ૭૧૦ લોકો બચેલા.
ટાઇટેનિકમાં બચાવ થયેલામાં બે કૂતરા પણ હતા.
ટાઈટેનિકમાં ૧૩ નવપરણિત યુગલ હતા.
હિમશિલા સાથે અથડાયા પછી બે કલાક ૪૦ મિનિટે ટાઈટેનિક ડૂબવા લાગેલી.