Get The App

કલગીવાળી રંગબેરંગી બતક : મેન્ડારિન ડક

Updated: Oct 13th, 2023

GS TEAM


Google News
Google News
કલગીવાળી રંગબેરંગી બતક : મેન્ડારિન ડક 1 - image


બ ગલા, બતક અને હંસ જેવા જળાશયના કિનારે રહેવાવાળા પક્ષી મોટે ભાગે સફેદ હોય છે પરંતુ જાપાન અને પૂર્વ એશિયાના કેટલાક દેશોમાં રંગબેરંગી બતક મેન્ડારિન ડક જોવા મળે છે. બતકની બધી જ જાતોમાં સૌથી સુંદર એવી આ બતક છે. ૪૧થી ૫૦ સેન્ટીમીટર લંબાઈની આ બતકની પાંખો ૬૦થી ૭૦ સેન્ટીમીટરનો ઘેરાવો ધરાવે છે.

મેન્ડારિન બતકની જોડી એશિયાના કેટલાક દેશોમાં પ્રેમનું પ્રતીક મનાય છે. લાલ ચાંચ, ગુલાબી માથુ અને આંખો ઉપર સફેદ ચંદ્રાકાર નિશાની ઉપરાંત માથા પર બંન્ને તરફ સફેદ કલગી સાથે રંગબેરંગી પૂંછડી અને શરીર તેને સુંદરતા આપે છે.

બતકની આગવી ચાલ તેની ઓળખ છે તે જ રીતે મેન્ડારિન પણ ડોલતું ડોલતું ચાલીને ફળો અને વનસ્પતિ ખાઈને જીવે છે. સુંદર પક્ષીના શોખીન મેન્ડારિન ડકને એશિયામાંથી પોતાના દેશોમાં પણ લઈ જાય છે. એટલે ઘણા દેશોમાં જોવા મળે છે. આ બતકની જાતનો શિકાર કરવામાં આવતો નથી એટલે તે જાપાનમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે.

Tags :