Get The App

વાપી નોટીફાઈડની ડમ્પીંગ સાઈડના ઘન કચરામાં આગ લાગતા દોડધામ

Updated: Mar 23rd, 2022

GS TEAM


Google News
Google News
વાપી નોટીફાઈડની ડમ્પીંગ સાઈડના ઘન કચરામાં આગ લાગતા દોડધામ 1 - image


-7થી વધુ ફાયર ફાઈટરના બંબા ઘટના સ્થળે પહોંચ્યા 

વાપી, બુધવાર

વા૫ી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી નોટીફાઈડ હસ્તકની ડમ્પીંગ સાઈડ પર ઠાલવેલા ઘન કચરામાં અચાનક આગ સળગી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. આગના ધુમાડા આકાશમાં દુર દુર સુધી ફેલાઈ ગયા હતા.

વાપી નોટીફાઈડ હદ વિસ્તારમાંથી નીકળતા ઘન કચરાના નિકાલ માટે જીઆઈડીસીમાં ડમ્પીંગ સાઈડ ઉભી કરાયેલી છે. આ સાઈડમાં રોજિંદ વાહન મારફતે ઘન કચરો ઠાલવવામાં આવે છે. બુધવારે બપોરે અચાનક ઘન કચરામાં આગ સળગી ઉઠી હતી. અને જોતજોતામાં આગ વધુ તિવ્ર બનતા દોડધામ મચી ગઈ હતી. ઘટનાને પગલે નોટીફાઈડ અધિકારી સહિત કર્મચારીઓ દોડી ગયા હતા. વાપી પાલિકા, નોટીફાઈડ સહિતના ૭થી વધુ બંબા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. લાશ્કરોએ આગ પર કાબુ મેળવવા કવાયત આદરી હતી. આગ કયા કારણોસર લાગી તે અંગે કોઈ માહિતી બહાર આવી શકી નથી.

Tags :