Get The App

ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્વ સિરોહીમાં પોક્સો હેઠળ ગુનો નોંધાયો

સગીરા સાથે આબુ રોડ પાસે શારિરીક અડપલાં કર્યાનો ગંભીર આરોપ

અગાઉ ફરિયાદ કરનાર મહિલા તેની સગીર પુત્રીને લઇને ધારાસભ્ય સાથે જેસલમેર જઇ રહી હતી ત્યારે કારમાં સગીરાની છેડતી કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ

Updated: Jan 20th, 2023

GS TEAM


Google News
Google News
ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્વ સિરોહીમાં  પોક્સો હેઠળ ગુનો નોંધાયો 1 - image

અમદાવાદ

પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્વ અગાઉ શારિરીક શોષણનો ગંભીર આરોપ મુકનાર મુકનાર મહિલા દ્વારા તેમના વિરૂદ્વ સિરોહી પોલીસ સ્ટેશનમાં ગંભીર આક્ષેપ કરતી ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં  મહિલાએ આક્ષેપ કર્યો છે કે ઓગસ્ટ ૨૦૨૦માં તે ગજેન્દ્રસિંહ પરમારસાથે જેસલમેર જઇ રહી હતી ત્યારે આબુ રોડ પર આવતા તેણે મહિલા સાથે આવેલી તેની સગીર પુત્રી સાથે શારિરીક છેડછાડ કરી હતી અને આ બાબતે અરજી કરતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે સિરોહી પોલીસે કોઇ પગલા ન ભરતા કોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા હતા અને છેવટે કોર્ટના હુકમના આધારે ગજેન્દ્ર ચૌહાણ અને ધમકી આપનાર મહેશ પટેલ વિરૂદ્વ ગુનો નોંધવાનો આદેશ કરતા ફરિયાદ નોંધાઇ છે.પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સતત વિવાદમાં રહે છે. અગાઉ તેમના પર શારિરીક શોષણ કરનાર મહિલાએ  તેમના વિરૂદ્વ રાજસ્થાનના સિરોહી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે ગજેન્દ્રસિંહ વિરૂદ્વ તેની સગીર દીકરી સાથે શારિરીક છેડછાડ કર્યાનો આરોપ મુક્યો છે. આ સમગ્ર કેસની વિગતો એવી છે કે ગત ૮મી ઓગસ્ટ ૨૦૨૦ના રોજ મહિલા તેની સગીર પુત્રીને લઇને ગજેન્દ્રસિંહ પરમાર સાથે રાજસ્થાનના જેસલમેર ખાતે જઇ રહી હતી. ત્યારે આબુરોડ આવતા કારમાં ચક્કર આવતા મહિલાને ઉલ્ટી થતા તે કારમાંથી નીચે ઉતરી હતી. જેના થોડા સમય બાદ તેની સગીર પુત્રી ગભરાયેલી હાલતમાં બહાર આવી હતી અને તેણે કહ્યું હતું કે મારે જેસલમેર નથી જવુ. જો કે તેણે કારણ આપ્યું નહોતું.  આ સમયે મહિલા અને ગજેન્દ્રસિંહ વચ્ચે સામાન્ય બોલાચાલી પણ થઇ હતી.  જે બાદ તમામ લોકો જેસલમેર જવાને બદલે અમદાવાદ પરત આવી ગયા હતા. આ દરમિયાન ગજેન્દ્રસિંહ વિરૂદ્વ મહિલાએ કરેલા શારિરીક શોષણના આક્ષેપને લઇન કેસ ચાલતો હતો. જેમાં સતત મળતી ધમકીઓના કારણે ગત પાંચમી માર્ચ ૨૦૨૨ના રોજ તેણે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે મહિલાના દીકરીએ જેસલમેર જતા સમયે આબુ રોડ પર કારમાં ગજેન્દ્રસિંહે તેની સાથે શારિરીક છેડછાડ થયાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. જેના આધારે સિરોહી પોલીસ સ્ટેશનમાં તેના વિરૂદ્વ અરજી કરવામાં આવી હતી. પંરતુ, પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નહોતી. આ દરમિયાન સાબરકાંઠા ડિસ્ટ્ીક્ટ બેંંકના ચેરમેન મહેશ પટેલે મહિલાના ઘરે આવીને મારી નાખવાની ધમકી આપી હતી. આ તમામ ગંભીર બાબતોને લઇને પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી ન થતા સિરોહી ડીસ્ટ્ીક્ટ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી અને કોર્ટ તમામ બાબતોને ગંભીરતાથી લઇને ફરિયાદ નોંધવાનો હુકમ કરતા શુક્રવારે સિરોહી પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને મહેશ પટેલ વિરૂદ્વ ગુનો નોંધવામાં આવ્યો છે. 

Tags :