Get The App

વણા ગામે જીવતો વીજવાયર તૂટતા ઘાસચારો અને પાઈપ બળીને ખાખ

Updated: Mar 17th, 2023

GS TEAM


Google News
Google News
વણા ગામે જીવતો વીજવાયર તૂટતા ઘાસચારો અને પાઈપ બળીને ખાખ 1 - image


- પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી

- સદનસીબે કોઇને ઇજા કે જાનહાની ન થતા ગ્રામજનોમાં હાશકારો

સુરેન્દ્રનગર : લખતર તાલુકાનાં વણા ગામે પી.જી.વી.સી.એલ.નો જીવતો વિજવાયર નીચે પડતા આગ લાગવાથી પશુઓને ખાવાનો ૧૫૦૦ કડબ પુળાનો જથ્થો તેમજ ૬૦૦ફુટ પાઈપ બળીને ખાખ થઈ ગયાની ઘટના બની હતી. 

આ અંગેની જાણવા મળતી વધુ વિગત એવી છેકે, લખતર તાલુકાના વણા ગામે રહેતા કનુબેન નારાયણભાઈ રામીના ખેતરમાં પશુને ખવડાવવા માટે કડબ નિરણનો જથ્થો રાખ્યો હતો. બાજુમાં પસાર થતી ભારદ ફીડર તરફથી બજરંગપુરા જતી પી.જી.વી.સી.એલ. વિભાગની લાઈનના ચાલુ વાયર નીચે પડતા તણખલાના કારણે નીચેના ભાગમાં સુકું ઘાસ હોવાથી ધીમેધીમે આગ આગળ વધતા કનુબેનના ખેતર પાસે પહોચતા કડબના કારણે આગ વિકરાળ સ્વરૂપ ધોરણ કર્યું હતું. 

જેમાં આશરે ૧૫૦૦ જેટલા કડબના પુળા અને ૩૦ નંગ પી.વી.સી. સિંગોડાની ૬૦૦ ફુટ જેટલા પાઈપ બળીને ખાખ થઈ ગયા હતા. આ અંગેની જાણ ખેતર માલીકને થતા ખેતરે દોડી ગયા હતા.જ્યારે આ બનાવની જાણ વણા સરપંચ ધુ્રવરાજસિંહ રાણાને થતા બનાવના સ્થળે પહોચી પંચરોજ કામ કરી આગળની વધુ કાર્યવાહી કરવામાં આવી છે. ખેડુતના ખેતરમાં થયેલા નુકસાનીનું યોગ્ય વળતર આપવા માટે માંગ વ્યક્ત કરાઈ છે. 

Tags :