Get The App

દૂધેલીની સીમમાં જમીનની માપણી બાબતે માતા-પુત્ર ઉપર હુમલો

Updated: Mar 16th, 2023

GS TEAM


Google News
Google News
દૂધેલીની સીમમાં જમીનની માપણી બાબતે માતા-પુત્ર ઉપર હુમલો 1 - image


ચોટીલા: ચોટીલા તાલુકાના દુધેલી ગામની સીમમાં આવેલ ખેતીની જમીનની માપણી બાબતે ખેડુત મહિલા અને તેના પુત્ર ઉપર ચાર શખ્સોએ હુમલો કરીને ઈજા કરતા મહિલાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં લઈ જવાયેલ હોવાનું જાણવા મળે છે.

આ બનાવની જાણવા મળતી વિગત એવા પ્રકાની છે કે, ચોટીલા રહેતા જાદવભાઈ રામજીભાઈ વાલાણીની દુધેલી ગામની સીમમાં આવેલ વાડીએ જમીન માપણી કરવાની હોઈ જાદવભાઈના માતા જયાબેન, પત્ની જસુબેન તથા પુત્ર ચેતન વાડીએ ગયા હતા. જ્યાં જસુબેનના જેઠે મનસુખ રામજીભાઈ, ધીરૂ રામજીભાઈ અને દીયર જયંતિભાઈ તથા અમીત મનસુખભાઈએ જયાબેન સાથે બોલાચાલી અને ઝગડો કરેલ હતો. તેમજ જસુબેન અને પુત્ર ચેતન ઉપર લાકડીથી હુમલો કરીને ઢીકાપાટુનો માર મારેલ હતો. 

આથી જસુબેનને ગંભીર ઈજા થતા સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા. જ્યાંથી જસુબેને તેમના જેઠ-દીયર સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથધરેલ છે.

Tags :