IPLની ચાર ફ્રેન્ચાઈઝીના માલિકોએ અમેરિકાની લીગની ટીમમાં સ્ટેક ખરીદ્યો
- છમાંથી ચાર ટીમ સાથે આઇપીએલના માલિકો જોડાયા
- દિલ્હીની ટીમના માલિકોએ માઈક્રોસોફ્ટના સત્ય નાડેલા સાથે હાથ મિલાવ્યા
નવી
દિલ્હી, તા.૧૭
અમેરિકામાં
ચાલુ વર્ષે જુલાઈથી શરૃ જવા જઈ રહેલી મેજર લીગ ક્રિકેટ ટી-૨૦ની ચાર ફ્રેન્ચાઈઝીમાં ભારતની હાઈપ્રોફાઈલ આઇપીએલ ટીમના માલિકોએ સ્ટેક ખરીદી લીધો છે. હવે તેઓ મેજર લીગમાં ટીમની માલિક અને સંચાલક તરીકેની જવાબદારી સંભાળી લેશે. કોલકાતા નાઈટ રાઈડર્સે તો લીગમાં સૌથી પહેલા રોકાણ કરવાનો નિર્ણય લીધો હતો. હવે તેની સાથે મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સના માલિકો પણ જોડાયા છે. એક મીડિયા રિપોર્ટ જણાવે છે કે, આ ફ્રેન્ચાઈઝીના માલિકોએ મેજર લીગ ક્રિકેટની ટીમોમાં સ્ટેક ખરીદ્યો છે.
કોલકાતા
નાઈટ રાઈડર્સે તો શરૃઆતથી જ આ લીગમાં રસ લીધો હતો અને લોસ એંજલસ ફ્રેન્ચાઈઝીની માલિકી મેળવી હતી. મુંબઈ ઈન્ડિયન્સના માલિકોએ ન્યૂયોર્ક, ચેન્નાઈના માલિકોએ ટેક્સાસ અને દિલ્હીના માલિકોએ સિએટલ ટીમમાં હિસ્સેદારી ખરીદી હતી.
મેજર
લીગ ક્રિકેટ તારીખ ૧૩થી ૩૦મી જુલાઈ દરમિયાન યોજાશે. જેમાં અન્ય બે ફ્રેન્ચાઈઝી તરીકે વોશિંગ્ટન ડિસી અને સાન ફ્રાન્સીસ્કો પણ છે. સીએટલ ઓરેકસના મુખ્ય માલિક માઈક્રોસોફ્ટના ચેરમેન અને સીઈઓ સત્ય નાડેલા છે. તેમની સાથે દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઈઝીના સહ માલિક જીએમઆર ગૂ્રપે ભાગીદારી કરી છે. ઓરકા નામની ખૂંખાર વ્હેલ માછલી સીએટલની આસપાસના દરિયામાં જોવા મળે છે અને તેના પરથી સિએટલ ઓરકાસ નામ રાખવામાં આવ્યું છે.