Get The App

યુપી વોરિયર્ઝ સામે હારતાં મુંબઈ ઈન્ડિયન્સની સળંગ પાંચ વિજયની કૂચનો આખરે અંત

- ઍક્લેસ્ટોનની ૧૫ રનમાં ૩ વિકેટ, ગ્રેસ હેરિસના ૩૯ અને તાહિલા મેક્ગ્રાના ૩૮

- ૧૨૮ના ટાર્ગેટને યુપીએ ૧૯.૩ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને પાર પાડયો

Updated: Mar 18th, 2023

GS TEAM


Google News
Google News
યુપી વોરિયર્ઝ સામે હારતાં મુંબઈ ઈન્ડિયન્સની સળંગ પાંચ વિજયની કૂચનો આખરે અંત 1 - image

મુંબઈ, તા.૧૮

યુપી વોરિયર્સે મહિલા પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સની સળંગ પાંચ વિજયની કૂચનો અંત આણ્યો હતો. યુપી વોરિયર્ઝે સોફી એક્લેસ્ટોનના વિજયી ઓલરાઉન્ડ દેખાવને સહારે મુંબઈની સામે પાંચ વિકેટથી જીત હાંસલ કરી હતી. એક્લેસ્ટોને ૧૫ રનમાં ત્રણ અને રાજેશ્વરી ગાયકવાડે ૧૬ રનમાં બે વિકેટ ઝડપતાં મુંબઈ ૧૨૭માં સમેટાયું હતુ. ઈસી વોંગે ૩૨ રન નોંધાવ્યા હતા. જવાબમાં તાહિલા મેક્ગ્રાના ૩૮ અને હેરિસ ગ્રેસના ૩૯ રનને સહારે યુપી વોરિયર્ઝે ૧૯. ઓવરમાં પાંચ વિકેટે ૧૨૯ રન નોંધાવતા વિજય મેળવ્યો હતો. એક્લેસ્ટોને ૧૭ બોલમાં ૧૬ રન અણનમ રહીને ફટકાર્યા હતા. જોકે આશ્ચર્યજનક રીતે દીપ્તિ શર્માને ૩૫ રનમાં બે વિકેટ અને અણનમ ૧૩ રન નોંધાવવા બદલ પ્લેયર ઓફ મેચ જાહેર કરવામાં આવી હતી.

જીતવા માટેના ૧૨૮ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા યુપીએ ૨૭ રનમાં ટોચની ત્રણ બેટર ગુમાવી હતી. જોકે મેક્ગ્રા અને હેરિસે ૪૪ રન જોડતાં ટીમને જીત તરફ અગ્રેસર કરી હતી. ત્યાર બાદ હેરિસે દીપ્તિ શર્મા સાથે ૩૪ રન જોડયા હતા. આખરે દીપ્તિ અને એક્લેસ્ટોને ૨૩ બોલમાં અણનમ ૨૪ રન જોડતાં ટીમને જીત અપાવી હતી. એમેલિયા કૅરે બે વિકેટ મેળવી હતી. હેરિસે ચોગ્ગા સાથે ૨૮ બોલમાં ૩૯ રન તેમજ હેરિસે ચોગ્ગા અને છગ્ગા સાથે ૨૫ બોલમાં ૩૮ રન કર્યા હતા.

અગાઉ ટોસ જીતીને યુપીએ મુંબઈને બેટિંગમાં ઉતાર્યું હતુ. હેયલેે મેથ્યૂસે છગ્ગા અને ચોગ્ગા સાથે ૩૦ બોલમાં ૩૫ તેમજ વોંગે ૧૯ બોલમાં ચોગ્ગા અને છગ્ગા સાથે ૩૨ રન કર્યા હતા. હરમનપ્રીતે ૨૫ રન કર્યા હતા. મુંબઈએ આખરી પાંચ વિકેટ ૨૯ રનના ગાળામાં ગુમાવી હતી. એક્લેસ્ટોને ૧૫ રનમાં તેમજ રાજેશ્વરી ગાયકવાડે ૧૬ તેમજ દીપ્તિ શર્માએ ૩૫ રનમાં બે-બે વિકેટ ઝડપી હતી

Tags :