Get The App

જો આ દિવસે અક્ષર પટેલ સાજો ના થયો, તો વર્લ્ડ કપ ટીમમાંથી થઈ જશે આઉટ

એશિયા કપ 2023માં સુપર-4ના મેચ દરમિયાન અક્ષરને ઈજા થઇ હતી

Updated: Sep 19th, 2023

GS TEAM


Google News
Google News
જો આ દિવસે અક્ષર પટેલ સાજો ના થયો, તો વર્લ્ડ કપ ટીમમાંથી થઈ જશે આઉટ 1 - image

BCCIએ વર્લ્ડ કપ 2023 માટે ટીમની જાહેરાત કરી ચુકી છે. જો કે BCCI પાસે 28 સેપ્ટેમ્બર સુધી ટીમમાં ફેરફાર કરવાનો મોકો છે. આ દરમિયાન ભારતીય ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલ પર વર્લ્ડ કપથી બહાર થવાની તલવાર લટકી રહી છે. જો તે આ પહેલા ફીટ નહી થાય તો તે ટીમની બહાર થઇ શકે છે.

અક્ષર ભારતીય ટીમથી બહાર થઈ શકે છે

એશિયા કપ 2023માં સુપર-4ના મેચ દરમિયાન અક્ષરને ઈજા થઇ હતી. જેના કારણે તે ફાઈનલ મેચ રમી શક્યો ન હતો અને તેની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. અક્ષર વનડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ છે. પરંતુ વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા સામે રમાનાર 3 મેચની વનડે સિરીઝના પ્રથમ બે મેચ માટે તે ઉપલબ્ધ નથી. જો તે ત્રીજી મેચ નથી રમતો અને 28 સેપ્ટેમ્બર સુધી પોતાની ફિટનેસ સાબિત કરવામાં અસફળ થાય છે તો તે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમથી બહાર થઈ શકે છે અને તેને અશ્વિન અથવા વોશિંગ્ટન સુંદર સાથે રિપ્લેસ કરી શકાય છે.   

Tags :