Get The App

આઇએસએલ : ફાઈનલમાં બેંગાલુરુને હરાવીને મોહન બાગાન ચેમ્પિયન

- પેનલ્ટી શૂટઆઉટમાં મોહન બાગાનનો 4-3થી રોમાંચક વિજય

- નિર્ધારિત સમય બાદ બંને ટીમ 2-2થી ડ્રો રહી હતી

Updated: Mar 18th, 2023

GS TEAM


Google News
Google News
આઇએસએલ :  ફાઈનલમાં બેંગાલુરુને હરાવીને મોહન બાગાન ચેમ્પિયન 1 - image

માર્ગોવા, તા.19

ભારતની પ્રીમિયર ફૂટબોલ લીગ ઈન્ડિયન સુપર લીગમાં એટીકે મોહન બાગાન ચેમ્પિયન બન્યું હતુ. મોહન બાગાને ફાઈનલમાં પેનલ્ટી શૂટઆઉટમાં બેંગાલુરુને -૩થી હરાવ્યું હતુ. બંને ટીમ નિર્ધારિત સમય બાદ -૨થી બરોબરી પર રહી હતી. બાગાન તરફથી ડિમિટ્રી પેટ્રાટોસે બંને ગોલ કર્યા હતા.

જ્યારે સુનિલ છેતરી અને રોય ક્રિશ્ના બેંગ્લોરના ગોલ સ્કોરર હતા. શરૃઆતની બંને પેનલ્ટીને બંને ટીમોએ ગોલમા ફેરવી હતી. જોકે બેંગ્લોરનો બુ્રનો રામીરેઝ ત્રીજી પેનલ્ટી ચૂક્યો હતો. જ્યારે કિયાન નાસીરીએ બાગાન તરફથી ગોલ ફટકાર્યો હતો. ચોથી પેનલ્ટી પણ બંને ટીમના ગોલ નોંધાયા હતા. જોકે પાંચમી પેનલ્ટી પર બેંગ્લોરનો પાબ્લો પેરેઝ ચૂકી ગયો હતો અને બાગાન ચેમ્પિયન બન્યું હતુ. તેના ગોલકિપર વિશાલ કૈથે નોંધપાત્ર દેખાવ કર્યો હતો.

મોહન બાગાનના ડિમિટ્રી પેટ્રાટોસે કુલ મળીને 12 ગોલ ફટકાર્યા હતા અને તે આઈએસએલની આ સિઝનમાં ઓડિશાનો મૌરિસીયો અને ઈસ્ટ બંગાળના ક્લિન્ટન સિલ્વા સાથે સંયુક્તપણે ટોપ સ્કોરર હતો. 

Tags :