Get The App

હવે વોટ્સએપ પર પણ જાહેરાતો દેખાશે? જાણો આ 'અફવા' પર કંપનીએ આપ્યો શું જવાબ

વોટ્સએપે ભારત સહિત 150થી વધુ દેશોમાં ચેનલ ફીચર લાઈવ કરી દીધી છે

Updated: Sep 16th, 2023

GS TEAM


Google News
Google News
હવે વોટ્સએપ પર પણ જાહેરાતો દેખાશે? જાણો આ 'અફવા' પર કંપનીએ આપ્યો શું જવાબ 1 - image

દુનિયાભરમાં જાણીતી ઇન્સ્ટન્ટ મેસેન્જિંગ એપ વોટ્સએપ પર અવારનવાર નવા ફીચર્સ અપડેટ થતા હોય છે. હાલમાં જ કેટલાંક અહેવાલોમાં એવા દાવા કરવામાં આવી રહ્યા હતા કે વોટ્સએપની પેરેન્ટ કંપની મેટા હવે આ મેસેન્જિંગ એપ કંપનીનું રેવન્યુ મોડલ બદલવાની છે જેમાં ચેટ દરમિયાન જાહેરાત દેખાડવામાં આવશે અને કંપની આનાથી પૈસા વસૂલ કરશે. બીજી તરફ એવા સમાચાર પણ હતા કે વોટ્સએપ હવે સંપૂર્ણપણે પેઈડ મોડલ અપનાવવા જઈ રહ્યું છે. આ સમાચારથી વોટ્સએપ યુઝર્સમાં ખળભળાટ મચી ગયો હતો. જો કે આ દરમિયાન મેટાના એક વરિષ્ટ અધિકારીએ એક પોસ્ટ કરી આ અંગે સ્થિતિ સાફ કરી હતી.

વિલ કૈથકાર્ટે પોસ્ટ કરી આપી જાણકારી

વોટ્સએપ ચીફ વિલ કૈથકાર્ટે પોતાના ઓફિશિયલ એક્સ (ટ્વિટર) પર ટ્વિટ કરી આ તમામ અહેવાલોને નકારી કાઢ્યા હતા. વિલે કહ્યું કે આ અહેવાલો ખોટા છે અને અમે આવું કંઈ કરી રહ્યા નથી. વિલે આ માહિતી એક્સ પર એક પોસ્ટના માધ્યમથી આપી હતી.    

ભારત સહિત 150થી વધુ દેશોમાં ચેનલ ફીચર લાઈવ

વોટ્સએપે ભારત સહિત 150થી વધુ દેશોમાં ચેનલ ફીચર લાઈવ કરી દીધી છે. આ ફીચર ઈન્સ્ટાગ્રામના બ્રોડકાસ્ટ ચેનલ જેવી જ છે. કંપની આ અપડેટને તબક્કાવાર રીતે બહાર પાડી રહી છે જે યુઝર્સને આવનારા સમયમાં મળશે. નવા ફીચર કંપની અપડેટ ટેબની અંદર આપશે જ્યાંથી યુઝર્સને સ્ટેટ્સ અને ચેનલ દેખાશે. આ ફીચર એવા લોકો માટે વધુ ફાયદાકારક છે જેઓ પોપ્યુલર છે અથવા સોશ્યલ મીડિયા પર કન્ટેન્ટ બનાવે છે. આની મદદથી તેઓ તેમનાં ફોલોઅર્સ સાથે કનેક્ટ થઈ શકે છે.

Tags :