Get The App

મે-જૂનમાં જ કેમ ખરાબ થઈ જાય છે કારનું AC? માઈલેજ પણ ઓછી આવે છે, આ ટ્રિક્સ અજમાવો

ગરમ હવાના કારણે એસીનું કોમ્પ્રેસર ગરમ થઈ જાય છે અને કામ પણ ઓછુ આપે છે.

કાર તડકામાં ઉભી હોવાથી પણ એસીનું કુલિંગ ઓછુ આવે છે.

Updated: May 24th, 2023

GS TEAM


Google News
Google News
મે-જૂનમાં જ કેમ ખરાબ થઈ જાય છે કારનું  AC? માઈલેજ પણ ઓછી આવે છે, આ ટ્રિક્સ અજમાવો 1 - image
Image Envato 

તા. 24 મે 2023, બુધવાર 

ઉનાળાની ઋતુમાં બપોરના સમયમાં ક્યાક બહાર જવાનુ હોય અને તેવામાં કારનું એસી પણ ઠંડી હવા ન આપે તો હેરાન થઈ જવાય છે. ગરમી શરુ થવાની સાથે જ કાર અંદરથી ગરમ થવા લાગે છે. અને આવી કંડિશનમાથી બચવા માટેનું એક જ કારણ છે એસી. પરંતુ મે-જૂનમાં એટલી ભયંકર ગરમીમાં કેટલીકવાર એસીનું કંડીશનર પણ ફેલ થઈ જાય છે અથવા તો ખરાબ થઈ જાય છે. અને આવી પરિસ્થિતિમાં કારનું એસી કામ ન આપવાથી ગરમી પણ અસહ્ય લાગે છે. અને મોટાભાગે સૌથી વધારે સમસ્યા માત્રને માત્ર મે-જૂનમાં જ થતી હોય છે. ચાલો જાણીએ કે આ પરિસ્થિતિમાં કઈ રીતે બચવુ. 

આ સવાલોના બે જ કારણ છે, જેમા એક તો આપણે બધા જ જાણીએ છે કે ગરમી. અને બીજુ ગરમી સાથે જોડાયેલી જ ગંભીર વાત છે  જેમાં આપણી પોતાની લાપરવાહી જ જવાબદાર છે. જેમા આપણે કઈ રીતે તેમાથી સોલ્યુશન લાવી શકાય તે જાણીએ. 

કોમ્પ્રેસર ગરમ થવુ

એસીનો સૌથી મહત્વનો ભાગ છે કોમ્પ્રેસર. અને એસીમાં ગેસને કંમ્પૈસ્ટ ફોર્મમાં સર્કુલેટ કરવાનું કામ  કોમ્પ્રેસરનું હોય છે. કોમ્પ્રેસર મોટાભાગે ઠંડુ રહે છે. અને જ્યારે તમે કાર ચલાવતા હોવ છો ત્યારે કોમ્પ્રેસર પર સીધી ગરમ હવા આવતી હોય છે. અને મે-જૂનમાં સૌથી વધારે ગરમી હોય છે જેના કારણે એન્જીનમાં પણ ગરમ હવા અસર કરતી હોય છે. જેના કારણે કોમ્પ્રેસર ઠંડુ હોવાની જગ્યા પર વધારે ગરમ થાય છે. 

આ માટે શું કરવુ જોઈએ 

જ્યારે તાપમાન વધારે હોય ત્યારે તમે ગાડી ડ્રાઈવ કરતા પહેલા તમે  ગાડીના બમ્પર પરની ગ્રિલ પર પાણીનો છંટકાવ કરો તેનાથી કોમ્પ્રેસર પર પાણી જશે અને તે ઠંડુ થશે અને લાંબા સમય સુધી તેના કારણે ફરી ઝલ્દી ગરમ નહી થાય. અને જેના કારણે તમારી કારનુ એસી સારુ કામ કરશે.

એસીની ચેનલ ગરમ થવી 

ઉનાળાની ગરમીમાં જ્યારે તમારી કાર તડકામાં પાર્ક કરેલી હોય ત્યારે વિન્ડશિલ્ડ દ્વારા સૂર્યની ગરમી સીધી તમારા ડેશબોર્ડ પર પડે છે. અને એસી ચેનલ કારના ડેશબોર્ડની બરોબર નીચેના ભાગે આવેલી હોય છે. જે વેન્ટ્સ દ્વારા તમારા સુધી ઠંડી હવા ફેંકે છે. અને ગરમીના કારણે ચેનલ ગરમ થઈ જાય છે. તેથી કોમ્પ્રેસર તમારી કારમાં ઠંડી હવા ફેંકે છે, પરંતુ ચેનલના ગરમ થવાથી આ હવા ફરીથી ગરમ થઈ બ્લોઅરમાંથી બહાર આવે છે. જે કારને વધુ ગરમ કરી મુકે છે.


Tags :