WhatsApp Statusમાં કરાયો મોટો ફેરફાર, ખુશ થયા યૂઝર્સ, જાણો શું છે નવું ફીચર
Image:Freepik
નવી દિલ્હી,તા. 20 નવેમ્બર 2023,
સોમવાર
વોટ્સએપ પર ઘણા બધા ફીચર્સ ખૂબ જ ઉપયોગી છે, પરંતુ સ્ટેટસ ફીચર લોકોની ફેવરિટ ફીચર્સમાંથી એક છે. સ્ટેટસ ફીચરને લઇને એક અપડેટ કરવામાં આવ્યુ છે.
મળતી માહિતી પ્રમાણે એપમાં સ્ટેટસ માટે ફિલ્ટર આપવામાં આવ્યું છે.
એપ્લિકેશનમાં ફિલ્ટર દેખાય તે પછી, તમે સ્ટેટસને ચાર
સેક્શનમાં શેર કરી શકો છો.
‘‘All, Recent, Viewed,
Muted’’
All માં તમને બધાના સ્ટેટસ
જોવા મળશે, જ્યારે Recent સેક્શનમાં જે
સૌથી લેટેસ્ટ સ્ટેચસ હશે તે દેખાશે. આ સિવાય Viewed સેક્શનમાં જે તમે જોઇ લીધા હશે તે સ્ટેટસ બતાવશે અને લાસ્ટચમાં Mute જેમાં તમારા દ્વારા મ્યૂટ કરાયેલ સ્ટેટસ રહેશે.
આ સિવાય
વ્હોટ્સએપે હાલમાં જ ગ્રુપ ચેટ્સ માટે એક નવું વોઈસ ચેટ ફીચર બહાર પાડ્યું છે. આ
નવી સુવિધા વૉઇસ કૉલ્સ અથવા વૉઇસ નોટ્સ કરતાં અલગ રીતે કામ કરે છે. આ નવા ફીચરમાં
વોઈસ ચેટ શરૂ થયા બાદ દરેક ગ્રુપ મેમ્બરને અલગથી રીંગ કરવામાં આવશે નહીં. તેના
બદલે, યૂઝર્સને સાયલન્ટ નોટિફિકેશન મળશે, જેથી યૂઝર્સ
જ્યારે ઇચ્છે ત્યારે આ વૉઇસ ચેટમાં જોડાઈ શકે છે. આ સમય દરમિયાન ગ્રુપમાં યૂઝર્સ મેસેજ પણ કરી શકે છે.