Get The App

હવે મનુષ્યના બ્રેઇનમાં ચિપ લગાવીને કરી શકાશે કંટ્રોલ, એલોન મસ્કની કંપનીને મળી USFDAની મંજૂરી

Updated: May 26th, 2023

GS TEAM


Google News
Google News
હવે મનુષ્યના બ્રેઇનમાં ચિપ લગાવીને કરી શકાશે કંટ્રોલ, એલોન મસ્કની કંપનીને મળી USFDAની મંજૂરી 1 - image

Image Courtesy: Twitter 

-આ કંપની મનુષ્યના મગજમાં એક કોમ્પ્યુટર ચિપ લગાવશે, જેની મદદથી માનવ મગજને કંટ્રોલ કરી શકાશે

નવી દિલ્હી,તા. 26 મે 2023, શુક્રવાર 

ટેક્નોલોજી કેવી રીતે બદલાઈ રહી છે તેનું સૌથી સચોટ ઉદાહરણ એલોન મસ્કની કંપની ન્યુરાલિંક છે.હા, કારણ કે, માનવીએ ચંદ્ર પર પગ મુક્યો ત્યારથી લઇને માનવીની સરળતા રહે તેવા સાધનો પણ વિકસતા રહ્યાં છે. એલોન મસ્કની કંપની માનવીના દિમાગને પણ કંટ્રોલ કરી શકે તેના પ્રયાસોમાં હતી. 

આ કંપની મનુષ્યના મગજમાં એક કોમ્પ્યુટર ચિપ લગાવશે, જેની મદદથી માનવ મગજને કંટ્રોલ કરી શકાશે અને તેને કોમ્પ્યુટર સાથે દિમાગ સીધુ જોડવામાં આવશે. મસ્કની કંપનીને યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એટલે કે FDA દ્વારા ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી આપવામાં આવી છે. આ ચિપ કઇ રીતે કાર્ય કરે છે અને તેનાથી શું શું કરી શકાય છે તેના માટે મનુષ્યોમાં ચિપ્સ મૂકીને ન્યુરાલિંક ટેક્નોલોજીનું પરીક્ષણ કરવામાં આવશે. જેના માટે જે લોકો આ પરિક્ષણમાં ભાગ લેવા ઇચ્છતા હોય તેવા લોકોને જ ક્લિનિકલ ટ્રાયલ માટે પસંદ કરવામાં આવશે. 

આ માટે કંપની એક ફોર્મ બહાર પાડશે જે રસ ધરાવતા લોકો ભરી શકે છે અને આ ટ્રાયલનો ભાગ બની શકે છે. આ ટ્રાયલ માટે હજુ સુધી ભરતી પ્રક્રિયા શરૂ થઈ નથી.

તો જાણીએ ન્યુરાલિંક ચિપ શું છે?

જો તમને ખૂબ જ સરળ ભાષામાં કહીએ તો આ એક માઈક્રો ચિપ હશે એટલે કે એક નાનકડી AI ચિપ જે માનવ મનને વાંચી શકશે અને તેની મદદથી વિકલાંગ લોકોની સારવાર કરી શકાશે. 

આ ચિપની મદદથી ઘણી બીમારીઓને સમયસર ઓળખી પણ શકાય છે અને તેનો ઈલાજ પણ સરળ રીતે સમયસર કરી શકાશે. આ ન્યુરાલિંક ચિપ કોમ્પ્યુટર સાથે જોડાયેલ હશે અને વ્યક્તિ બોલ્યા વગર પણ કોમ્પ્યુટર અને મોબાઈલ પર કામ કરી શકશે. એટલે કે ચિપ તમારું મન વાંચશે અને બધી ક્રિયાઓ બોલ્યા વગર થતી રહેશે. 

વિકલાંગ લોકો માટે રહેશે મદદરુપ

ન્યુરાલિંક ચિપ ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક છે જેઓ લકવો, અંધત્વ, યાદશક્તિમાં ઘટાડો અને ન્યુરો સંબંધિત રોગોથી પીડિત છે.

આ ચિપ કઈ રીતે દિમાગને ઓપરેટ કરશે અને શું શું વધુ કરી શકે છે, આ ટેક્નોલોજી વિશે વધુ માહિતી આવનારા સમયમાં જ જાણી શકાશે.  પરંતુ હાલમાં, મસ્કની કંપનીને USFDAનું અપ્રુવલ મળી ચૂક્યું છે, જેનો અર્થ છે કે,હુમન ટ્રાયલ થશે. 

USFDAએ મસ્કની કંપની ન્યુરાલિંકને માનવીય પરીક્ષણો હાથ ધરતા પહેલા તમામ સાવચેતીઓ ધ્યાનમાં રાખવા માટે કહ્યું છે, જેથી કરીને કોઈ ચૂક ન થાય. એલોન મસ્કે પોતે કહ્યું છે કે, માનવીય પરીક્ષણો હાથ ધરતા પહેલા, કંપની આ વિષયમાં સંપૂર્ણ માહિતી એકત્રિત કરશે અને સંશોધન કરશે અને પછી કેટલાક જુરુરી પગલાં લેશે.

Tags :