દરિયાની વધતી જતી સપાટી અને થઈ રહેલી આ હલચલ બનશે મહાવિનાશનું કારણ
સમુદ્રમાંથી નીકળશે અતિ ભયાનક જીવો અને માનવ વસાહત પર કરશે હુમલો
ધરતી પરથી 7 ટકા સ્નેલ (ગોકળગાય) થઈ ચુક્યા છે ખતમ
Image Pixabay |
તા. 16 માર્ચ 2023, ગુરુવાર
સંશોધકોને નોર્થ ડકોટા અને કેનેડા વચ્ચેના 5.18 લાખ ચોરસ કિલોમીટરના બેકેન ફોર્મેશન નામના વિસ્તારની તપાસ કરતા એક બ્લેક શેલ મળી આવ્યો છે. બેકેન ફોર્મેશન અમેરિકાનો સૌથી મોટો નેચરલ ગેસ અને ઓઈલનો ભંડાર છે. પરંતુ બ્લેક શેલની સ્ટડી દ્વારા વૈજ્ઞાનિકોને એક ખુબ જ ભયાનક ઘટસ્ફોટ થયો છે. ધરતી પર ઘણીવાર ઓક્સિજનનું સ્તર ઓછુ થઈ રહ્યુ છે. હાઇડ્રોજન સલ્ફાઈડ સતત વધી રહ્યું છે. જેના કારણે ડેવોનીયન કાળમાં એટલે 41.9 કરોડ વર્ષથી 35.89 કરોડ વર્ષ સુધી સામુહિક વિનાશની પ્રક્રિયા દુનિયાના જુદા જુદા ભાગોમાં ચાલુ હતી. ડેવોનીયન કાળને Ages of Fishes પણ કહેવાય છે.
સમુદ્રમાં ઘટી રહ્યું છે ઓક્સિજનનું સ્તર
હાઇડ્રોજન સલ્ફાઈડ સમુદ્રના તળમાં એલ્ગીના સડવાથી બને છે. જેના કારણે સમુદ્રમાં ઓક્સિજનનું સ્તર ઘટે છે. જિયોલોજિસ્ટના જણાવ્યાં મુજબ પહેલા પણ ઘણીવાર હાઇડ્રોજન સલ્ફાઈડ ફેલાવાથી સામુહિક વિનાશ સર્જાયો હતો, પરંતુ તેની અસર પર અધ્યયન કરવામાં આવ્યું નથી. ડેવોનીયન કાળમાં એવી માછલીઓ હતી જેને જડબાં નહોતા. આવી માછલીઓને પ્લેકોડર્મ્સ કહેવામાં આવે છે.
આ પહેલા થઈ ચુક્યા છે પાંચ મોટા સામુહિક વિનાશ
આ માછલીઓ ગોન્ડવાના અને યૂરામેરિકામાં ફેલાયેલી હતી. સમુદ્રમાં ટ્રિલોબાઇટ અને એમોનાઇટ પણ પુષ્કળ પ્રમાણમાં હતા. જમીન પર જંગલોના નિર્માણની શરૂઆત થઈ રહી હતી. આ જંગલોમાં ફર્ન જેવા છોડ હતા. ડેવોનીયન કાળના મધ્યમાં દરિયાઈ ટેટ્રાપોડ ટિકટાલિક પાણીમાંથી જમીન પર આવ્યા. આ ડેવોનીયન કાળમાં પાંચ મોટા સામૂહિક વિનાશ થયા હતા. ત્યારે જ તે જીવો, વૃક્ષો અને છોડનો જન્મ થાય છે, જે આજે આપણે જોઈ રહ્યા છીએ અથવા જાણીએ છીએ, ત્યારે બાદ શાર્ક જેવી માછલીનો જન્મ થયો.
સમુદ્રમાંથી ખતરનાક જીવ નિકળી કરશે મનુષ્યોનો શિકાર
વૈજ્ઞાનિકોની આ સ્ટડીમાં ચેતવણી આપવામાં આવી છે કે જે રીતે આજના સમયમાં જળવાયુમાં પરિવર્તન થઇ રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગમાં સતત વધારો થઇ રહ્યો છે. તે રીતે આગામી મહાવિનાશ સમુદ્રમાંથી જ આવશે. સમુદ્રમાં ઓક્સિજનનો અભાવ થશે અને પાણીનું સ્તર પણ વધશે. હાઇડ્રોજન સલ્ફાઈડની માત્રામાં પણ સતત વધારો થતો રહેશે. સમુદ્રના જીવો પાણીથી બહાર નીકળી માનવોનું શિકાર કરશે. તે પછી ધીમે ધીમે નવા જીવો, વૃક્ષો અને છોડની ઉત્પત્તિ થશે.
શરુ થઈ ચુક્યો છે છઠ્ઠો સામુહિક મહાવિનાશ
નવા પ્રાણીઓ દ્વારા માનવોની વસ્તી પર કબજો કરી લેવામાં આવશે. જંગલોનો સ્વરૂપ બદલાશે. પૃથ્વી પર છઠ્ઠા સામુહિક વિનાશ થવાની શરૂઆત થઈ ચુકી છે. આ પહેલા પાંચ સામુહિક વિનાશની ઘટનાઓ પ્રાકૃતિક હતી, પણ આ વિનાશ માનવીય પ્રવૃત્તિઓને કારણે થઈ રહ્યું છે. વિવિધ પ્રજાતિઓના જીવો કરોડોની સંખ્યામાં મૃત્યુ પામી રહ્યા છે. બાયોલોજિકલ રિવ્યુ જર્નલમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે છેલ્લા 500 વર્ષોમાં પૃથ્વી પરની લગભગ 13 ટકા અપૃષ્ઠવંશી પ્રજાતિઓ મૃત્યુ પામી છે. આ 13 ટકા જીવોનો ઇન્ટરનેશનલ યૂનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN)ની રેડ લિસ્ટ ઓફ થ્રેટેડ સ્પીસીઝમાં પણ ઉલ્લેખ છે. જો આપણે અપૃષ્ઠવંશી પ્રજાતિઓની લિસ્ટ જોઈએ તો જાણવા મળશે કે આપણે પૃથ્વી પરથી મોટી સંખ્યામાં આવી પ્રજાતિઓ ગુમાવી રહ્યા છીએ. આ વાતને સાબિત કરવા વૈજ્ઞાનિકોએ વર્ષ 2015ના એક અધ્યયનનો હવાલો આપ્યો હતો, જેમાં પૃથ્વી પરથી મોલસ્ક ખતમ થવાની વાત કહેવામાં આવી છે.
ધરતી પરથી 7 ટકા સ્નેલ થઈ ચુક્યા છે લૂપ્ત
વર્ષ 1500થી આજ સુધી પૃથ્વી પર મળતા સ્નેલની 7 ટકા વસ્તી ખતમ થઈ ચુકી છે. તે જમીન પર રહેતો એક અપૃષ્ઠવંશી જીવ છે. સમુદ્રમાં આ દર ઘણો ઊંચો છે. જમીન અને સમુદ્ર બંનેને ભેગા કરતા આ પ્રજાતિના જીવ 7.5 ટકાથી 13 ટકા સુધી ખતમ થઈ ચુક્યા છે. રેડ લિસ્ટ મુજબ 1.50 લાખથી 2.60 લાખ વચ્ચે 882 પ્રજાતિઓના મોલસ્ક પૃથ્વી પરથી ખતમ થઈ ચુક્યા છે.
માનવીય ગતિવિધિઓના કારણે થશે છઠ્ઠો મહાવિનાશ
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જમીન પર માનવીય ગતિવિધિઓ વધુ થતી હોય છે તેથી અહીં નુકસાન પણ વધુ થાય છે. પરંતુ સમુદ્રમાં આવું કેમ થઈ રહ્યું છે તેનો અધ્યયન કરવો પડશે. માણસ જ એક એવી પ્રજાતિ છે જે જૈવિક પ્રક્રિયાઓને વિક્ષેપિત અથવા બદલી શકે છે. મનુષ્ય જ માત્ર એક એવી પ્રજાતિ છે જે ભવિષ્યને ધ્યાનમાં રાખીને વસ્તુઓ બદલવાની ક્ષમતા ધરાવે છે. ધરતી પર થઇ રહેલ સતત પ્રાકૃતિક વિકાસને રોકવા અને વધારવામાં મનુષ્યો ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એ વાત તો કન્ફર્મ થઈ ગઈ છે કે જો આપણે કોઈ વિનાશ તરફ જઈ રહ્યા છીએ, તો તેમાં સૌથી મોટી ભૂમિકા માનવ જાતિની છે. જે ગતિથી પૃથ્વી પરના જીવોનો અંત થઈ રહ્યો છે તેને જોતા કહી શકાય છે કે પૃથ્વી પર છઠ્ઠો સામૂહિક વિનાશ શરૂ થઈ ગયો છે.