Get The App

ભારતમાં 2030 સુધીમાં અંતરિક્ષની સફર શરૂ થવાની શક્યતા, જાણો ટિકિટની કિંમત

Updated: Mar 17th, 2023

GS TEAM


Google News
Google News
ભારતમાં 2030 સુધીમાં અંતરિક્ષની સફર શરૂ થવાની શક્યતા, જાણો ટિકિટની કિંમત 1 - image


નવી દિલ્હી, તા. 17 માર્ચ 2023 શુક્રવાર

અમેરિકા, ચીન અને જાપાન બાદ અંતરિક્ષ પર્યટનમાં ભારતનું નામ જોડાવાનું છે. ઈસરો આ દિશામાં એક યોજના પર કામ કરી રહ્યુ છે. ઈસરો પ્રમુખ એસ. સોમનાથ અનુસાર ભારતમાં 2030 સુધી અંતરિક્ષની સફર શરૂ થઈ શકે છે. આ માટે ટિકિટનો દર પ્રતિ વ્યક્તિ 6 કરોડ રૂપિયા હોવાની શક્યતા છે.

એસ. સોમનાથે જણાવ્યુ કે ભારત પોતાના અંતરિક્ષ પર્યટન મોડ્યુલને લઈને કામ કરી રહ્યુ છે. જોકે તેમણે એ સ્પષ્ટ કર્યુ નથી કે અંતરિક્ષ પર્યટન સબ-ઓર્બિટલ હશે કે ઓર્બિટલ હશે. સબ-ઓર્બિટલમાં અંતરિક્ષના કિનારે 100 કિલોમીટરની ઊંચાઈ સુધી જ્યારે ઓર્બિટલમાં 400 કિલોમીટર સુધીની સફર કરાવવામાં આવે છે. જે દેશોમાં અંતરિક્ષ પર્યટન શરૂ થઈ ચૂક્યુ છે. ત્યાં સામાન્યરીતે આવી યાત્રાઓમાં પર્યટક અંતરિક્ષના કિનારે લગભગ 15 મિનિટ પસાર કરે છે. નીચે ઉતર્યા પહેલા તે અમુક મિનિટ સુધી ઓછા ગુરુત્વાકર્ષણ વાળા વાતાવરણનો પણ અનુભવ કરે છે. ફ્લાઇટ્સ ફરીથી વાપરી શકાય તેવા રોકેટ દ્વારા સંચાલિત છે. અમેરિકન કંપનીઓની સબ-ઓર્બિટલ સ્પેસ ફ્લાઇટનો દર લગભગ 4.50 લાખ ડોલર છે.

ભારતમાં 2030 સુધીમાં અંતરિક્ષની સફર શરૂ થવાની શક્યતા, જાણો ટિકિટની કિંમત 2 - image

પહેલા અંતરિક્ષ પર્યટક ડેનિસ ટીટો બન્યા હતા 

અમેરિકી એરોસ્પેસ એન્જિનિયર અને નાણાકીય વિશ્લેષક ડેનિસ ટીટો 2001માં પહેલા અંતરિક્ષ પર્યટક બન્યા હતા. તેમણે સોયુજ અંતરિક્ષ યાનથી ઉડાન ભરવા અને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર એક અઠવાડિયુ પસાર કરવા માટે રશિયાને બે કરોડ ડોલરની ચૂકવણી કરી હતી. જેફ બેસોઝની બ્લૂ ઓરિજિન, રિચર્ડ બ્રેનસનની વર્જિન ગેલેક્ટિક અને એલન મસ્કની સ્પેસએક્સ સહિત અમુક કંપનીઓ લોકોને અંતરિક્ષની મુસાફરી કરાવી ચૂકી છે. 

યોજનામાં ખાનગી કંપનીઓની મદદ

ઈસરોના વૈજ્ઞાનિક અનુસાર અંતરિક્ષ પર્યટનની યોજના ખાનગી કંપનીઓ સાથે મળીને પૂરી કરવામાં આવશે. કંપનીઓ ભારતીય રાષ્ટ્રીય અવકાશ પ્રમોશન અને અધિકૃતતા કેન્દ્ર (ઈન-સ્પેસ) ના માધ્યમથી ઈસરો સાથે ભાગીદાર બનશે. સરકારે બિન-સરકારી સંસ્થાઓને પ્રોત્સાહન આપવા માટે ઈન-સ્પેસની રચના કરી છે.

Tags :