આખરે મેસેન્જર ફરી ફેસબુક એપમાં ઉમેરવાની તૈયારીમાં
તમે વર્ષોથી ફેસબુકનો ઉપયોગ કરતા હશો તો તમે તેમાં સંખ્યાબંધ મિત્રો સાથે એક
સાથે ટચમાં રહેવા માટે પોસ્ટનો અને નિશ્ચિત મિત્ર સાથે કોઈ બાબતની આપલે કરવા માટે
મેસેજ ફીચરનો ભરપૂર ઉપયોગ કર્યો હશે. વર્ષ ૨૦૧૪માં ફેસબુકને અચાનક લાગ્યું કે
મેસેન્જર સર્વિસ ફેસબુકનો ભાગ હોવાને બદલે અલગ હોવી જોઇએ. આથી તેને ફેસબુકમાંથી
અલગ કરીને જુદી એપ બનાવી, મેસેન્જર એપ આપવામાં આવી.
ત્યારે જ લોકોએ આ ફેરફારનો ખાસ્સો વિરોધ કર્યો હતો. પરંતુ ફેસબુકે કોઈ મચક આપી
નહોતી. જોકે હવે મેસેન્જર ફરી પાછી ફેસબુક એપમાં ભળી જાય તેવી શક્યતાઓ ઊભી થઈ છે.
કારણ? ટિકટોક! ફેસબુકને ટિકટોક
તરફથી જબરજસ્ત હરીફાઈ મળી રહી છે અને ટિકટોકમાં મેસેજિંગ માટે ઇનબિલ્ટ સુવિધા છે.
જોકે આ ફેરફાર ક્યારથી થશે એ વિશે હજી બહુ સ્પષ્ટતા નથી.