શું તમે ડોલ્ફિન જોવાનો શોખ છે, તો પહોંચી જાવ ભારતમાં આવેલી આ જગ્યાઓ પર
ડોલ્ફિન દરિયાના સૌથી બુદ્ધિશાળી જીવ કહેવાય છે
ડોલ્ફિન માત્ર વિદેશમાં જ નહીં ભારતમાં પણ જોવા મળે છે
દરિયાના સૌથી બુદ્ધિશાળી જીવ વિશે વાત થતી હોય અને ડોલ્ફિનનું નામ ન આવે એવું ક્યારેય ન બને. જો તમારે ડોલ્ફિનને નજીકથી જોવું હોય તો વિદેશ જવાની જરૂર નથી. ભારતમાં જ એવી શાનદાર જગ્યાઓ છે, જ્યાં ડોલ્ફિન જોવા મળી જશે. ડોલ્ફિન એક એવું સમુદ્રી જીવ છે જે નેશનલ એકવેટિક એનિમલની કેટેગરીમાં આવે છે. આ જીવ દેખાવવામાં જેટલું સુંદર અને મળતાવડુ છે એટલું જ બુદ્ધિશાળી પણ છે. આ જીવને નજીકથી જોવું દિલમાં રોમાંચ ભરી દે છે. ભારતમાં એવા ઘણાં સ્થળો છે જ્યાં ડોલ્ફિનની સંખ્યા વધારે છે અને આમાંથી કેટલાંક સ્થળો સંરક્ષિત ક્ષેત્ર હેઠળ પણ આવે છે. જો તમે સમુદ્રમાં ડોલ્ફિનને ખુબ નજીકથી જોવા માંગતા હોવ તો આજે જ ટ્રીપ પ્લાન કરી લો. જ્યાં તમને ડોલ્ફિનને જોવાની સાથે આનંદ માંણવાનો પણ અવસર મળશે. આવો જાણીએ આ જગ્યાઓ વિશે ...
ગોવા
ફરવાની વાત નીકળે અને ગોવાનું નામ હોય એવું કદાચ જ બને. બીચ, નાઈટ ક્લબ, નાઈટ લાઈફ અને ખાનપાન માટે આ જગ્યા બેસ્ટ માનવામાં આવે છે. પણ શું તમે જાણો છો ગોવા જઈ તમે ડોલ્ફિનને પણ ખુબ નજીકથી જોઈ શકો છે. ગોવાના સુંદર બીચીસ પર ડોલ્ફિન જોવા મળી જશે. સવારના પહોરમાં પલોલેમ, કોકો, કૈવેલોસિમ, સિંક્વેરીમ અને મોરજિમ બીચ પર લહેરોની સાથે ડોલ્ફિનને જોવાનો આનંદ જ કંઇક અલગ છે.
મહારાષ્ટ્ર
મહારષ્ટ્રમાં પણ કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં ડોલ્ફિનની મસ્તી જોવા મળી શકે છે. મુંબઈથી 227 કિમી દૂર દક્ષિણમાં આવેલ દાપોલી એવી જ જગ્યા છે, જ્યાં દરિયાના મોજામાં ડોલ્ફિન કપલની અઠખેલીઓ જોવા મળતી હોય છે. મુરુદ બીચ, કુરાવદે બીચ, તારકરલી બીચ અને દાભોલ બંદર પાસે પણ આ દૃશ્ય જોવા મળી જશે.
લક્ષદ્વીપ
લક્ષદ્વીપમાં વોટર સ્પોર્ટ્સનો આપ આનંદ માંણી શકો છો. આ જગ્યાએ પણ ડોલ્ફિનને નજીકથી જોવાનું અવસર પ્રાપ્ત થઇ શકે છે. સવાર-સાંજ સમુદ્રની લહેરો સાથે કુદકા મારતા ડોલ્ફિનને જોઈ તમને મજા આવી જશે. લક્ષદ્વીપમાં આ દૃશ્યો અગત્તી આઈસલેંડ, કદમત આઈસલેંડ અને બંગારામ આઈસલેંડમાં પણ જોવા મળી રહે છે.
ઓડિશા
ભારતના પૂર્વમાં બંગાળની ખાડી પાસે આવેલ ઓડિશા પણ ડોલ્ફિનને ખુબ નજીકથી જોવાનો મોકો આપે છે. ચિલ્કા લેકમાં ડોલ્ફિનને જોવા દેશ-વિદેશથી પ્રવાસીઓ આવતા હોય છે. આ જગ્યાને ડોલ્ફીનનું ઘર પણ કહેવામાં આવે છે. ઓડિશા કેટલાંક પ્રવાસી પક્ષીઓની સાથે સાથે પ્રાણીઓ અને વિવિધ લુપ્તપ્રાય છોડની પ્રજાતિઓનું ઘર પણ છે. ઓડિશાનું સતપદા વિસ્તાર ડોલ્ફિન માટે જ પ્રખ્યાત છે.