Get The App

કુદરત માટે ખતરો: માનવી દ્વારા ફેલાતા પ્લાસ્ટિકના પ્રદૂષણના કારણે આ ટાપુ પર બની રહ્યાં છે 'પ્લાસ્ટિકના પથ્થર'

Updated: Mar 17th, 2023

GS TEAM


Google News
Google News
કુદરત માટે ખતરો: માનવી દ્વારા ફેલાતા પ્લાસ્ટિકના પ્રદૂષણના કારણે આ ટાપુ પર બની રહ્યાં છે 'પ્લાસ્ટિકના પથ્થર' 1 - image


નવી દિલ્હી,તા. 17 માર્ચ 2023, શુક્રવાર 

દક્ષિણ અમેરિકા મહાદ્વીપના મોટા દેશ બ્રાઝિલમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વૈજ્ઞાનિકોને અહી ત્રિનડેડ ટાપુ પર પ્લાસ્ટિકના પથ્થરો મળ્યા છે. પ્લાસ્ટિકના આ પથ્થરો મળ્યા બાદ વૈજ્ઞાનિકોએ તેના પર સંશોધન પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

ક્યાંથી મળ્યા પ્લાસ્ટિકના પથ્થર?

આ પ્લાસ્ટિકના પથ્થરો બ્રાઝિલના ત્રિનડેડ આઇલેન્ડ (Trindade Island)પર મળી આવ્યા છે. તે સ્થળ બ્રાઝિલની મુખ્ય ભૂમિથી લગભગ 1100 કિલોમીટર દૂર છે. બ્રાઝિલના ટ્રિન્ડેડ આઇલેન્ડની ભૂગોળ લાંબા સમયથી વૈજ્ઞાનિકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. કારણ કે તે જ્વાળામુખી ટાપુ છે.

મળતી માહિતી પ્રમાણે તે અંતર્ગત વૈજ્ઞાનિકોએ તેને માનવ જીવન માટે ખૂબ જ ખતરનાક ગણાવ્યું છે. આ સાથે, તેની ઘટનાનું મુખ્ય કારણ માનવ દ્વારા ફેલાવવામાં આવતી ગંદકી અને પ્રદૂષણને જવાબદાર ગણવામાં આવ્યું છે.

વિજ્ઞાનીઓએ પ્લાસ્ટીગ્લોમેરેટ નામ આપ્યું

વૈજ્ઞાનિકોએ પ્લાસ્ટિકમાંથી બનેલા આ પથ્થરોને પ્લાસ્ટીગ્લોમેરેટ નામ આપ્યું છે. તેમનું કહેવું છે કે, આ પ્રકારના પત્થરો પ્લાસ્ટિક, રેતી અને અન્ય પ્રદૂષિત પદાર્થોના મિશ્રણથી બને છે. જ્યારે માનવી પોતાના પ્લાસ્ટિક પ્રદુષણ ફેલાવે છે ત્યારે એ પ્લાસ્ટિક જમીનની અંદર જાય છે, ત્યારે તે ઓગળવા લાગે છે. આવી સ્થિતિમાં, આ પીગળેલું પ્લાસ્ટિક તેની આસપાસ રહેલા પથ્થરો સાથે મળીને નવા આકારમાં ફેરવાઈ જાય છે. તેથી જ તેમને પ્લાસ્ટીગ્લોમેરેટ નામ આપવામાં આવ્યું છે. તેની રચનાનું મુખ્ય કારણ માનવીઓ દ્વારા ફેલાતું પ્રદૂષણ અને ગંદકી છે.

કુદરત માટે ખતરો: માનવી દ્વારા ફેલાતા પ્લાસ્ટિકના પ્રદૂષણના કારણે આ ટાપુ પર બની રહ્યાં છે 'પ્લાસ્ટિકના પથ્થર' 2 - image

Rodolfo Buhrer/Reuters


માછીમારીની જાળને કારણે પ્લાસ્ટીગ્લોમેરેટ બને છે

વૈજ્ઞાનિકોના મતે ટાપુની મધ્યમાં માછીમારીની જાળ અને અન્ય કાટમાળના કારણે આવા પથ્થરો બન્યા છે. અહીં હાજર પ્લાસ્ટિક પીગળીને પત્થરો સાથે ભળી ગયું છે અને સુકાઈને પથ્થરના આકારમાં ફેરવાઈ ગયું છે. જેના કારણે જળચર જીવો સહિત અન્ય પ્રાણીઓનું જીવન પ્રભાવિત થઈ રહ્યું છે.

Tags :