Get The App

ગુજરાતમાં હજારો આંગણવાડી મહિલાઓનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

Updated: Oct 6th, 2023

GS TEAM


Google News
Google News
ગુજરાતમાં હજારો આંગણવાડી મહિલાઓનું ઉગ્ર વિરોધ પ્રદર્શન 1 - image


- આંગણવાડીઃ બાળકો કુપોષિત અને મહિલાઓનું આર્થિક શોષણ 

- રાજકોટ કલેક્ટર કચેરીએ જંગી સંખ્યામાં મહિલાઓ ઉમટી, સુરત, વડોદરા, ભરુચમાં રેલી, મોરબી, જામનગર, મેંદરડા, માણાવદર,કેશોદમાં પણ રજૂઆતો 

- લઘુતમ વેતન પણ અપાતું નથી, ઘરના મસાલા વાપરે તેનુ હજુ ચૂકવણું બાકી,મોબાઈલ ઘરના વાપરે,૫ વર્ષથી વેતન વધ્યું નથી

રાજકોટ: ગુજરાતના ગરીબ નાના ભુલકાંઓના શારિરીક અને માનસિક વિકાસ માટે મહત્વની ૫૩ હજાર આંગણવાડીઓ ચલાવતી મહિલા વર્કરોએ ફરી આંદોલન છેડયું છે. આજે રાજકોટ કલેક્ટર કચેરીએ વિશાળ સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી અને ઉગ્ર સૂત્રોચ્ચારો કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું તો ગત ત્રણ દિવસમાં રાજ્યભરમાં વિશાળ રેલી કાઢીને ઠેરઠેર આવેદનપત્રો આપી રોષ વ્યક્ત કરાયો છે. 

આંગણવાડી કર્મચારી સંગઠને જણાવ્યું કે આજે રાજકોટ ઉપરાંત મોરબી, જામનગર, મેંદરડા, માણાવદર, કેશોદ સહિત સૌરાષ્ટ્રભરમાં વિરોધ પ્રદર્શન કરીને આવેદનપત્ર અપાયા છે તો આણંદ, ભરુચ, વડોદરા, પાલીતાણા, ભાવનગર, નવસારી, વાંકાનેર, સુરત, અમરેલી, અમદાવાદ સહિતના સ્થળે પણ દેખાવો યોજાયા હતા. 

રાજકોટમાં આંગણવાડી મહિલા વર્કરોએ જણાવ્યું કે ઘરના મસાલા વાપરીએ તેનું ચૂકવણુ સાત મહિનાથી થયું નથી, બહેનો ઘર સાચવે કે આંગણવાડી સાચવે તેવો ગંભીર પ્રશ્ન છે. એક વર્ષ પહેલા ગત સપ્ટેમ્બર-૨૦૨૨માં સરકારી મોબાઈલ કામ કરતા ન હોય નવા આપવા, કાર્યકરોને સુપરવાઈઝરનું પ્રમોશન આપવા, કમસેકમ લઘુતમ વેતન દૈનિક રૂ।.૪૭૬ લેખે આપવા, હેલ્પરોને માત્ર રૂ।.૫૫૦૦ના વેતન સામે રૂ।.૮૦૦૦ આપવા સહિતની માંગણીઓ સરકારના મંત્રીઓ પાસે રજૂ કરાઈ હતી અને ઉકેલવા ખાત્રી અપાઈ હતી પરંતુ, પાળવામાં નથી આવી.ઈ.સ.૨૦૧૮ પછી પાંચ વર્ષમાં મોંઘવારી વધી છે છતાં વેતન વધ્યું નથી. જો ૧૦ દિવસમાં સરકાર માંગણી સંતોષવા પગલા નહીં લે તો ઉગ્ર આંદોલનની ચિમકી અપાઈ છે.

Tags :