રાજકોટ શહેરના શિક્ષકોએ ઉત્તરવહી ચકાસણી માટે બહારગામ જવું નહીં પડે
- રાજકોટમાં ઉત્તરવહીના મુલ્યાંકનમાં માટે વધુ સેન્ટરો શરૂ કરાશે
- ધોરણ-10 અને 12ની ઉત્તરવહી ચકાસણી ચકાસવાની કામગીરી આવતીકાલથી શરૂ થશે દરેક શિક્ષકોને અપાયા પાસ
રાજકોટ, તા. 15 એપ્રીલ 2020, બુધવાર
ધોરણ-10 અને ધોરણ-12ની ઉત્તરવહીની ચકાસણી આવતીકાલ તારીખ 16 અને ગુરુવારથી શરૂ થઈ રહી છે ત્યારે લોકડાઉનના સમયગાળા દરમિયાન રાજકોટ શહેરના શિક્ષકોને બહારગામ જવું ન પડે તે માટે તે માટે રાજકોટમાં વધુ છ મૂલ્યાંકન કેન્દ્ર શરૂ કરવામાં આવનાર હોવાનું આજે જાહેર કરવામાં આવ્યું છે.
રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજકોટના જય શિક્ષકોને ઉત્તરવહી ચકાસણી માટે ના ઓર્ડર ગોંડલ ધોરાજી કે ઉપલેટા વિસ્તારમાં આવ્યા છે તેમ તેઓને લોકડાઉનના સમયગાળા દરમિયાન બહારગામ જવું ન મળે તે માટે રાજકોટ શહેરમાં વધારાના મૂલ્યાંકન કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓના પેપર ચકાસવાની કામગીરી આવતીકાલ તારીખ 16 થી શરૂ થશે જેમાં શિક્ષકોને પોલીસ સાથે ઘર્ષણ ન થાય તે માટે આજે પાસ ઈશ્યુ કરવામાં આવ્યા છે જે પાસ તેઓએ દરેક મૂલ્યાંકન કેન્દ્ર પરથી મેળવી લેવાના રહેશે.