Get The App

સુખી લગ્નજીવન માટે કુંડળીમેળ કરતાં વિચારમેળ વધુ મહત્ત્વનો છે

Updated: May 29th, 2023

GS TEAM


Google News
Google News
સુખી લગ્નજીવન માટે કુંડળીમેળ કરતાં વિચારમેળ વધુ મહત્ત્વનો છે 1 - image


જન્મપત્રિકાઓ મેળવવા કે અનુરૂપ સામાજિક દરજ્જો જોવા કરતા પરણનારા સ્ત્રી-પુરુષના માનસિક વિચાર-વલણોની બરાબરી જોવાથી ઉત્તમ લગ્ન અને કૌટુંબિક જીવનની ખાતરી મળે છે, એમ એક અગ્રણી માનસશાસ્ત્રીએ કહ્યું હતું.

સામાજિક-આર્થિક સધ્ધરતા કે દરજ્જો અને જન્મકુંડળીઓના મિલાપના બદલે પરણનારા યુગલના વર્તન, વિચાર અને મૂલ્યની સરખામણી લગ્નજીવનમાં ઘણી સહાયક નીવડે છે. તેથી, હવેથી કોઈ પણ જાતની લગ્ન વિષયક મંત્રણા-ચર્ચાનો આધાર માનસિકતાના સરખાપણા પર રહેવો જોઈએ.

તાજેતરમાં જ એક યુનિવર્સિટીની પરિષદમાં લગ્ન માટે આવો માનસિક બરાબરી કે માનસિક સરખાપણું જોવાનો વિચાર વહેતો કરવામાં આવ્યો હતો.

કુટુંબ સંસ્થા એતો ભારતીય સમાજની આગામી ઓળખ છે. પરંતુ વધતા જતા છૂટાછેડાના કિસ્સાઓથી તેને માથે ભારે જોખમ ઊભું થયું છે અને દંપતીઓમાં કથળતા જતા સંબંધોના પરિણામે લોકોમાં માનસિક તથા મનોવિકાર જેવી વ્યાધિ સર્જાય છે. એમ મોટાઓની પ્રત્યેની સન્માન ભાવના, લાગણી ભાવના પરનો અંકુશ, પુખ્તતા અને વિચારો જેવા ઘણાં મુદ્દાઓનો વિચાર કરવો જોઈએ.

ડૉક્ટરોના મતે યુગલનો સાહિત્ય, ખેલ, આરામની પળો તથા સ્વસ્થ થવાની પ્રવૃત્તિ જેવા રસ-શોખનો મેળાપ પણ અત્યંત મહત્વનો છે.

આ ઉપરાંત ખાવાની ટેવ, પોષાકની સૂઝ ઉપરાંત યુગલના જાતિ, ધર્મ, જ્ઞાાતિ અને ભાષા પરત્વનું વર્તન કે અભિગમ સુધ્ધાં મેળવવું જોઈએ, એમ તેઓ કહે છે.

તે સાથે જ શારીરિક દેખાવ, શિક્ષણ, રોજગાર, સંપત્તિ, સહનશીલતા તતા અંગત ગમા-અણગમા અંગેની યુગલની મહેચ્છા આકાંક્ષાનો પણ મેળાપ જોઈ શકાય.

ઉત્તમ લગ્નજીવનનો અર્થ માત્ર દંપતી જ ખુશ-સુખી રહે તેનો તો નથી જ પરંતુ દંપતીએ પોતાના કુટુંબને પણ સુખી કરવા જોઈએ તથા સમાજના વિકાસમાં ફાળો આપવો જોઈએ.

કુંડળીમેળ કે સામાજિક બેકગ્રાઉન્ડ જો વા કરતાં વિચારમેળ વધુ સારાં લગ્ન અને સુખી પરિવાર જીવનની ખાતરી આપે છે એમ મનોચિકિત્સક ડૉક્ટરનું માનવું છે.

લગ્નજીવનમાં સામાજિક, આર્થિક બેકગ્રાઉન્ડ કરતાં, યુગલની વર્તણૂક, તેમની વિચારસરણી અને સિદ્ધાંતો વધુ મહત્ત્વ ધરાવે છે. આથી જીવનસાથીની પસંદગી માટે વિચારમેળ મુખ્ય પાયો બનવો જોઈએ એમ ઈન્ડિયન એકેડેમી ઓફ અપ્લાઈડ સાઈકોલોજી (આઈએએપી)ના ચેરમેન ડૉક્ટરે જણાવ્યું હતું. ડૉક્ટરને લગ્ન માટે વિચારમેળની વાતને રજૂ કરી હતી. દેશવિદેશના કુલ બસ્સો મનોવૈજ્ઞાાનિકોએ આ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. ભારતીય સમાજમાં પરિવાર-સંસ્થા ખૂબ જ મજબૂત છે, 'પરંતુ છૂટાછેડાના વધતા જતા કિસ્સાઓને કારણે પરિવાર-સંસ્થા સામે ભય તોળાઈ રહ્યો છે. તેમ જ પતિપત્ની વચ્ચે વણસતા સંબંધોને કારણે વધુ ને વધુ લોકો માનસિક અને શારીરિક રોગના ભોગ બની રહ્યા છે. 

લગ્ન પહેલાં છોકરા-છોકરીના શોખ, સિદ્ધાંત, રસ તેમ જ વ્યક્તિત્વનો મેળ ન ખાતો હોવાથી આ બધી સમસ્યા સર્જાય છે. વર અને કન્યાના વ્યક્તિત્વની વિગત પ્રાથમિક મહત્તા ધરાવે છે.

Tags :