પ્રાંતિજ તાલુકામાં આરોગ્યનો વોર્ડ બોય, સફાઇ કર્મચારી કોરાનામાં સપડાયો
- પોગલુ, પલ્લાચર,અને વદરાડ ગામના ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
- પ્રાંતિજ તાલુકામાં કુલ પાંચ કેસ : દારૂના હેરાફેરીમાં પકડાયેલો આરોપી પણ કોરાનામાં સપડાતા હિંમતનગર દાખલ કરાયો
પ્રાંતિજ,તા.5 મે, 2020,
મંગળવાર
પ્રાંતિજ તાલુકામાં કોરોનાનું સંક્રમણ વધ્યુ છે જેમાં પ્રાંતિજ તાલુકાના વદરાડ,પોગલુ અને પલ્લાચર ગામમાં કોરોનાનો એક - એક પોઝીટીવ કેસ નોંધાતાં તાલુકાનું આરોગ્ય તંત્ર અને સરકારી બાબુઓ દોડતા થઈ ગયા હતા.જયારે પ્રાંતિજ પોલીસ સ્ટેશને દારૂની હેરાફેરીમાં પકડાયેલી અમદાવાદના શખ્સનો કેસ પોઝિટિવ આવ્યો હતો.તાલુકામાં અત્યાર સુધીમાં પાંચ કેસ નોંધાયા છે.
પ્રાંતિજ તાલુકાના સાપડ
ગામના લાલાભાઈ રાવળ નામના યુવકને કોરોના પોઝીટીવ આવતાં સોમવારના રોજ કોરોનાને
કારણે આ યુવકનું મોત નિપજયું હતું. ત્યારે સોમવારના રોજ સાંજના સમયે પ્રાંતિજ
તાલુકાના પોગલુ,પલ્લાચર અને વદરાડ
ગામમાં કોરોનાના એક-એક પોઝીટીવ કેસ નોંધાયા હતા આમ એક મહિલા સહિત ત્રણ પોઝીટીવ કેસ
નોંધાયા હતા.પ્રાંતિજ તાલુકામાં ત્રણ કેસો પેકી પોગલુ ગામની મહિલા વણકર કાન્તાબેન
બબાભાઈ છેલ્લા કેટલાય વર્ષથી પ્રાંતિજ તાલુકાના પોગલુ ગામે આરોગ્ય કેન્દ્રમાં સફાઈ
કામદાર તરીકે કામ કરતી હતી.જયારે પલ્લાચર ગામનો રાઠોડ અજયસિંહ સંજયસિંહ (ઉ.વર્ષ.24) એ પણ પોગલુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વોર્ડ બોય તરીકે ફરજ બજાવતો હતો.
પોગલુ આરોગ્ય કેન્દ્રમાં કામ કરતા એક મહિલા અને પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ
આવ્યો હતો.જયારે પ્રાંતિજ તાલુકાના વદરાડ ગામે શાકભાજી વેચતા પ્રજાપતિ સોહનલાલ
તુલસીરામ(ઉ.વર્ષ 18)નો કેસ કોરોના પોઝિટિવ આવતાં તાલુકાનો
આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્રની ટીમ દોડતી થઈ ગઈ હતી.
પ્રાંતિજ પોલીસ સ્ટેશનના
12 પોલીસ કર્મીઓને કોરન્ટાઈન કરાયા
પ્રાંતિજ પોલીસે
વિદેશી દારૂની હેરાફેરીમાં પકડાયેલા
અમદાવાદના પવનશુકલા નામના યુવકને પકડી પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો
હતો.જયાં થી તેનું બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું હતું જેમાં તેને કોરોના પોઝીટીવ
આવતાં તેની ટચમાં આવેલા પ્રાંતિજના 12 પોલીસ કર્મીઓને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.
ત્રણ કોરોના પોઝિટિવને
હિંમતનરની કોવિડ હોસ્પિટલમાં લઈ જવાયા
પોગલુ,પલ્લાચર અને વદરાડ ત્રણે ગામના કોરોના
પોઝીટીવ લોકોને સારવાર માટે 108 મારફતે હિંમતનગરની કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ સિવાયના લોકોના બ્લડ
સેમ્પલ લેવામાં આવ્યા છે તેમના રીપોર્ટ આવતી કાલ સવાર સુધીમાં આવી જશે.
પ્રાંતિજ શહેરને નો
વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો
લોકડાઉન ને લઈને
સરકારનું જાહેરનામુ હોવા છતાં પ્રાંતિજ શહેરમાં પોતાના વ્હીકલ લઈને લટાર મારવા
નિકળતા લોકો માટે કોરોનાની સાવધાની ના ભાગરૂપે પ્રાંતીજ શહેરમાં પ્રવેશતા લોકો
માટે પ્રાંતિજ નયબ કલેકટરે સોમવારના રોજ પ્રાંતિજ શહેર વિસ્તારને નો વ્હિકલ ઝોન
જાહેર કરવામાં આવ્યો હતો. પ્રાંતિજ ને નો વ્હિકલ ઝોન જાહેર કરતાં જ મંગળવારના રોજ
પ્રાંતિજ શહેરમાં તેની અસર જોવા મળી હતી.