વાઇ ફાઇનો સૌથી મોટો ગેરલાભ સેક્સની વિકૃતિ વધારવાનો છે..
સેક્સની વિકૃતિ બળાત્કાર કરવા તરફ વ્યક્તિને ખેંચી જાય છે
દિલ્હીમાં કેજરીવાલ વાઇ ફાઇની સવલતો અપાશે તો બળાત્કારની સંખ્યા વધવાનો સંભવ
દરેક જગ્યાએ વાઇ-ફાઇની ડીમાન્ડ છે. લોકલ એરિયાને વાયરલેસ ટેકનોલોજી સાથે સંકળાયેલી સિસ્ટમ નવી ફ્લેટ સ્કીમો અને શોપિંગ સેન્ટરોમાં વાઇ-ફાઇની સવલતો આપવામાં આવે છે. વાઇ-ફાઇના લાભ એેટલા બધા છે કે લોકો તેનો ભરપેટ ઉપયોગ પણ કરી રહ્યા છે. ઇન્ટરનેટની ડિમાન્ડ હવે એટલી મોટા પાયે છે કે તેના સિવાય ચાલે એમ નથી. એજ્યુકેશનથી માંડીને ઘરના સ્માર્ટ ટીવી સુધીના ઉપકરણો તેના સાથે જોડાયેલા હોય છે. જ્યાં આખો વિસ્તાર વાઇ-ફાઇની સવલત વાળો નથી હોતો ત્યાં લોકો બીએસએનએલ કે પ્રાઇવેટ કંપનીઓના વાઇ-ફાઇ નો ઉપયોગ કરતા હોય છે.
એક વાઇ ફાઇ પર આખા ઘરની સિસ્ટમો ચલાવાતી હોય છે. ઘરમાં કોઇ ઓન લાઇન ગેમ રમે છે તો કોઇ ઓનલાઇને એજ્યુકેશન લેતા હોય છે તો કોઇ સોશ્યલ નેટવર્ક પર વ્યસ્ત હોય છે. મોટાભાગના ઘરોમાં રાત્રે લોકો નેટ ફ્લીક્સ કે હોટ સ્ટાર વગેરે મોડી રાત સુધી જોવા મળે છે. વાઇ-ફાઇના કારણે લોકોનું વહેલા સૂવાનું લગભગ ભૂલાઇ ગયું છે. લોકો મોડા સૂતા થયા છે અને જવાબદારીના કારણે વહેલાં ઉઠવું પડે છે.
ઇન્ફેાર્મેશન ટેકનોલોજી સાથે સંકળાયેલા લોકો કહે છે કે વાઇ ફાઇ આસાનીથી મળે એવું ના કરશો. લોકો વાઇ ફાઇની સવલતો ના કારણે ઘણું ગાંડુ ધેલું જોતા થઇ જાય છે. દલીલ એવી થાય છે કે સેક્સી ક્લીપીંગ અને પોર્નોગ્રાફી વગેરે તો લોકો વાઇ ફાઇ વગર પણ જોઇ લેશે . પરંતુ તેમને જો વાઇ ફાઇ માટે નાણા ચૂકવવાના આવે અને તે સવલત મેળવવા ચોક્કસ જગ્યાએ બેસવાનું આવે તો તેમની મનમાની પર બ્રેક વાગતી હોય છે.
વાઇ ફાઇ ફ્રી વાળી સિસ્ટમ યુનિવર્સિટીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં એટલા માટે ઉપલબ્ધ કરાતી હોય છે કે ઓનલાઇન એજ્યુકેશન લેનારાઓને આસાનીથી શિક્ષણ મળી રહે અને તેને ઘેર આવી સિસ્ટમ ઉભી કરવા પૈસા ના ખર્ચવા પડે. અનેક યુનિવર્સિટીઓમાં વાઇ ફાઇની સવલતો છે.
અનેક વેપારી સંકુલો પણ વાઇ ફાઇની સવલત આપે છે એમ ઇન્ડીયન રેલ્વે પણ વાઇફાઇની સુવિધા આપે છે. મોટા શહેરોના પ્લેટફોર્મ અને એરપોર્ટ પર પણ વાઇ ફાઇ સુવિધા જોવા મળે છે. હવે તો રહેણાંકની નવી સ્કિમોમાં પણ વાઇ ફાઇનું પ્રલોભન જોવા મળે છે.
વાઇ ફાઇના કારણે ઉભું થયેલું સૌથી મોટું દૂષણ એ છે કે સર્વિસ સેક્ટર સાથે સંકળાયેલા લોકો તેના પર પોર્નોગ્રાફી જોયા કરે છે. સેક્સ ક્લીપીંગ ના વ્યસનનો તે ભોગ બન્યા હોય છે. આ સર્વિસ સેક્ટર એટલે ઘરકામ કરતાં ઘરઘાટીઓ, સ્કુલ બસ ચાલકો, રીક્ષા ચાલકો, ટેેક્ષી ચાલકો વગેરે પોતાનો કંટાળો દુર કરવા મનોરંજન શોધતા હોય છે.
મોંબાઇલના કારણે તેમના હાથમાં મનોરંજનનો ખજાનો આવી ગયો છે. પરંતુ તે જે ઓન લાઇન મનોરંજન જુવે છે તે તેને સેક્સની વિકૃતિ તરફ દોરી જાય છે. પહેલાં તેને નેટ માટે પૈસા ચૂકવવા પડતા હતા પરંતુ વાઇ ફાઇના કારણે તેને પોર્નેાગ્રાફી આસાનીથી મફતમાં જોવા મળતી થઇ ગઇ છે.
જ્યારે કોઇ કામદારો એક મોબાઇલની સ્કીન પર ટોળાવળીને જોતાં હોય તો સમજવું કે તે કોઇ સેક્સી ક્લીપીંગ જોઇ રહ્યો છે.
દિલ્હીના શાસકોએ આખા દિલ્હીમાં વાઇ ફાઇની સવલત આપવાનું નક્કી કર્યું છે. જે આવતા અઠવાડીયાથી પ્રાથમિક સ્તરે શરુ પણ થઇ જશે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના આ મતલક્ષી નિર્ણયને કોઇ અટકાવી શકે એમ નથી કેમકે તેમના માટે સત્તા મહત્વની બની ગઇ છે.
થોડી સ્પષ્ટતા સાથે વાત કરીએ તો વાઇ ફાઇના કારણે સેક્સની વિકૃતિથી પીડાતા લોકોની સંખ્યામાં વધારો થશે. દિલ્હીમાં બહારના રાજ્યોમાંથી આવતા લોકો સર્વિસ સેક્ટરમાં મોટા પાયે છે. આ લોકો તેમના કુટુંબથી દુર રહે છે. મનોરંજન માટેે તે મોબાઇલ પર આવતા પોર્નોગ્રાફીના વ્યસની બની ચૂક્યા છે. દિલ્હીમાં કેફી દ્રવ્યો પણ મોટા પાયે મળતા હોય છે.
આવા લોકો પોતાનો ટાઇમ પાસ કરવા મોબાઇલમાં વ્યસ્ત હોય છે. હવે જ્યારે દિલ્હીમાં વાઇ ફાઇની સવલતો અપાશે ત્યારે તે બીજાના મોબાઇલમાં પોર્નો જોવાના બદલે પોતાના મોબાઇલમાં જ ગલગલીયાં કરતા સીનો જોવા લાગશે. આવા સીનો તેની માનસિક સેક્સી વિકૃતિમાં વધારો કરતા થઇ જશે. આ લોકો તેમના નવરાશના સમયમાં પોતાની વિકૃતિને સંતોષવાના પ્લાન કરતા હોય છે.
સેક્સની વિકૃતિ બળાત્કાર કરવા તરફ વ્યક્તિને ખેંચી જાય છે. તે જ્યાં કામ કરે છે ત્યાં કામ કરતી યુવતીઓ કે નજીકમાં રહેતા કોઇને તે શિકાર બનાવી શકે છે. વાઇ ફાઇના લાભો છે એમ ગેરલાભો પણ ઘણા છે. સૌથી મોટો ગેરલાભ સેક્સની વિકૃતિનો છે. આ વિકૃતિ શાંત કરવા તે બળાત્કાર કરવા પ્રેરાય છે. વાઇ ફાઇ એક દૂષણ બની શકે છે.
- પ્રસંગપટ