સોનું અને રીયલ એસ્ટેટમાં રોકાણ કરવા વિશે વિચારવાનો સમય આવી ગયો છે
- બેંકની ડિપોઝીટો પર માંડ પાંચ લાખનું ઇન્શ્યોેરન્સ કવર
- પ્રસંગપટ
- પ્રોવિડન્ટ ફંડ અને પોસ્ટ ઓફિસમાં રૂપિયો સલામત છે, પણ બેંક ડિપોઝીટ માટે સુરક્ષા નથી
અમેરિકા અને યુરોપની બેન્કોેનાં ઉઠમણાં જોઇને એમ લાગી રહ્યું છે કે રોકાણની નવી દિશા તરફ પણ ડિપોઝીટરોેએ ધ્યાન રાખવું જોઇએ. બેંકમાં મુકેલી ડિપોઝીટો પર માંડ પાંચ લાખનું ઇશ્યોરન્સ કવર હોઇ રોકાણકારો માટે કદાચ સોેનું અને રીયલ એસ્ટેટમાં રોકાણ કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય આવી ગયો છે. બેંક ડિપોઝીટ પર મળતાં વ્યાજ કરતાં સોનામાં થતું રોકાણ નિશ્ચિતપણે વધુ કમાવી આપે છે. એવું જ રીયલ એસ્ટેટ માટે કહી શકાય. વૈશ્વિક સ્તરે બેંકોના ઉઠમણાંની અને બેન્ક કાચી પડવાની ઘટનાઓ પછી ભારત ખોટું પીઠ થપથપાવે છે. ભારતીયો પણ બેંકોના ઉઠમણાંના કરૂણ અને કડવા સ્વાદના ઘૂંટ લઇ ચૂક્યા છે. ભારતીયોને બેંક પર વિશેષ ભરોસો છે, પરંતુ બેન્કોના વહીવટકારો અનેક વાર લૂંટારા સાબિત થયા છે. લોકોનો ભરોસો તૂટયો હોવાથી હવે બેંક કાચી પડવાની અફવા માત્રથી લોકો બેંકોની બહાર લાંબી લાઇનો લગાવી દે છે.
જેમ પ્રવિડન્ટ ફંડનો રૂપિયો સલામત છે, એમ બેંકોની ડિપોઝીટ સલામત હોવી જોઇએ, પરંતુ એવું બનતું નથી. બેંકો અન્યત્ર પૈસા રોકે છે. બેંકોએ કરેલું રોકાણ ડૂબે તો ડિપોઝીટરોને પણ રોવાનો વારો આવે છે. અટલે જ પ્રોવિડન્ટ ફંડનો પૈસો બહાર પ્રાઇવેટ સેક્ટરોમાં રોકાવા લાગ્યો ત્યારે કર્મચારી સંગઠનોએ કાગારોળ મચાવી દીધી હતી. પોતાની પરસેવાની કમાણી અચાનક ઉડી જાય ત્યારે ડિપોઝીટરો બેંકિંગ સિસ્ટમ અને સરકારને ગાળો દે જ. હકીકત એ છે કે પ્રજાએ ખુદનો પૈસો બેંકોને સાચવવા આપ્યો હોય છે અને તેની સામે બેંક વ્યાજ આપે છે, પરંતુ પાંચ લાખ ઉપરની ડિપોઝીટ પર કોઇ ઇન્શ્યોરન્સ નથી હોતો. એટલે કે બેંક ઉઠી જાયતો રિઝર્વ બેંક વધુમાં વધુ પાંચ લાખ આપવા બંધાયેલી છે. Deposit Insurance and Credit Guarantee Corporation (DICGC) હેઠળ રિઝર્વ બેંક પાંચ લાખની ડિપોઝીટ પર ઇન્સ્યોરન્સ આપે છે. તમારી ડિપોઝીટ ૫૦ લાખ હોય તો પણ અવળી સ્થિતિમાં તમને પાંચ લાખ જ પાછા મળવાની બાંહેધરી અપાય છે. બાકીની રકમનું તમારે નાહી નાખવાનું. ડિપોઝીટ પર જોખમ વધુ અને વ્યાજ નબળું હોવાના કારણે લોકો સોનું અને રીયલ એસ્ટેટમાં રોકાણ કરતા થયા છે. સોનામાં રોકાણ સલામત રહે છે અને મૂડી સચવાઇ રહે છે એવું સાબિત થયું છે. એવી જ રીતે રીયલ એસ્ટેટમાં યોગ્ય જગ્યા પર કરેલું રોકાણ પણ તગડું વળતર આપી શકે છે.
બેંકનું ઉઠમણું થાય છે ત્યારે ડિપોઝીટરો DICGC તરફ આશાભરી નજર ઠેરવે છે. ગ્રાહકે જો પોતાની કુલ રકમ પર ઇન્શ્યોેરન્સ કવર જોઇતું હોય એણે પાંચ-પાંચ લાખ જુદી જુદી બેંેંકોમાં ડિપોઝીટ કરવી જોઇએ. અનેક લોકો પોસ્ટ ઓફિસમાં ડિપોઝીટ મૂકે છે, જે સંપૂર્ણ સલમાત છે. વળી, તે વધુ વ્યાજ પણ આપે છે અને ટીડીએસની કપાતમાં પણ લાભ આપે છે.
સરકારે ગયા વર્ષે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે પાંચ લાખની ડિપોઝીટ પર ઇન્શ્યોરન્સ ૨૦૨૦ની ફેબુ્રઆરીથી શરૂ કરાયો છે. અમેરિકાની બેંકના ઉઠમણા બાદ ગયા અઠવાડિયાથી ડિપોઝીટરોએ સોનામાં રોકાણ માટેની ઇન્કવાયરી શરૂ કરી દીધી છે. સોનાના ભાવમાં આવેલો ઉછાળો એ બેંકોમાં રહેલી ડિપોઝીટો પર રહેલા જોખમનો સંકેત છે.
રીયાલ્ટી ક્ષેત્રે તેજી મંદી ચાલ્યા કરે છે, પરંતુ શહેરી વિસ્તારમાં ખરીદેલો જમીનનો એક ટુકડો લાંબા ગાળે સામાન્યપણે સોનાના ટુકડામાં પરિણમતો હોય છે. ઘણા લોકો ફ્લેટ ખરીદીને તેમાં રોકાણ કરે છે. સ્થાવર જંગમ મિલ્કતો લાંબા ગાળે અનેક ગણું વળતર આપી શકતી હોય છે. બેંક ડિપોઝીટોમાં વ્યાજ દર સતત ઘટતો જાય છે એટલે લોકો શેરબજારમાં રોકાણ કરતા થયા હતા, પરંતુ ત્યાં અનિશ્ચિતતાનું વાતાવરણ રહેતું હોવાથી તેઓ સોનાની ખરીદી અને રીયલ અસ્ટેટ તરફ વળવાનું સંભવતઃ વધારે પસંદ કરશે. હવે તો સોનું ઓનલાઇન ખરીદી શકાય છે.
આ તબક્કે રિઝર્વ બેંકે ડિપોઝીટો પર અપાતા ઇન્શ્યોરન્સ કવરમાં વધારો કરવાની જરૂર છે. બેન્કિંગ ક્ષેત્રે અનેક વાર ઉઠમણાની ઘટનાઓ છતાં લોકો બેંકો પર ભરોસો રાખી રહ્યા છે એ વાતની નોંધ લેવી જોઈએ.