પોરબંદરમાં એક વર્ષમાં સિમેન્ટ રોડ તૂટી જતા થીંગડા મારવાનું શરૂ
- નબળા વિકાસકામો સામે લોકરોષ
- રોડનું કામ ચાલુ હતું ત્યારે જ નબળી ગુણવત્તાનું કામં થયાની રજૂઆતો છતાં તંત્ર દ્વારા થયા હતા આંખ આડા કાન
પોરબંદર : પોરબંદરમાં એક વર્ષમાં સિમેન્ટ રોડનું રામનામ સત્ય થતા થીગડા મારવાનું શરૂ થયું છે. ત્યારે સ્વાભાવિક રીતે લોકરોષ વધ્યો છે અને સમગ્ર રોડનું નવીનીકરણ કરી આપવું જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે.
પોરબંદરમાં છેલ્લા કેટલાક વર્ષોથી વિકાસના નામે મંજુર થતા કરોડો રૂપિયામાંથી પોરબંદર શહેરમાં જે વિકાસકામો હાથ ધરાતા હોય તેમાં નબળી ગુણવત્તાવાળું કામ થતું હોય તેવી જે તે સમયે ફરીયાદો થતી હોય છે. પરંતુ પોરબંદરમાં નગરપાલીકાનું તંત્ર આંખ આડા કાન કરે છે તેથી પ્રજાના પરસેવાની કરોડો રૂપિયાની કમાણી વેડફાય જાય છે. આવો જ એક કિસ્સો પોરબંદરમાં બન્યો છે. જેમાં એકાદ વર્ષ પહેલા પોરબંદરની ગોઢાણીયા મહિલા કોલેજથી પક્ષીઅભ્યારણ્ય તરફ જતો રસ્તો સિમેન્ટ રોડ બનાવવામાં આવ્યો હતો અને તે કામ ચાલુ હતું ત્યારે નબળી ગુણવતાવાળું થઈ રહ્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારાથયો હતો. પરંતુ પોરબંદર નગરપાલીકાના તંત્રએ આંખ આડા કાન કરીને રસ્તાનું કામ રગડધગડ થવા દીધું હતું અને તેના કારણે થોડા મહિનાઓમાં જ તેમાં ગાબડા પડી ગયા હતાં.
નગરપાલીકાના તંત્રને તે અંગેની ફરીયાદ થતા ફરીથી સિમેન્ટ રોડમાં થીગડા મ ારવાની ાકમગીરી હાથ ધરાઈ છે. તેના કારણે લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે અને થીગડાથાગડ કરવાને બદલે સમગ્ર રસ્તાનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.