પોરબંદરમાં પાર્ક કરેલી કારનો કાચ તોડી 2 લાખની રોકડ રકમની ચોરી
ઝુંડાળા મહેર સમાજ પાસે બનેલો બનાવ : કૌટુંબિક ભત્રીજાના લગ્નમાં આવેલા એનઆરઆઈ વૃધ્ધે બેંકમાંથી પૈસા ઉપાડી કારમાં રાખ્યા અને થોડીવાર માટે રેઢી પડેલી કારમાંથી રકમની ઉઠાંતરી
પોરબંદર, : યુ.કે.ના લેસ્ટરમાં વસતા મુળ પોરબંદરના વૃધ્ધ એન.આર.આઈ. વતનમાં આવ્યા ત્યારે તેમની કારનો કાચ તોડીને બે લાખ રૃપિયાની રોકડ અજાણ્યા તસ્કર દ્વારા ઉઠાવી જવામાં આવી હોવાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે.
યુ.કે.ના લેસ્ટર ખાતે રહેતા તથા હાલ પોરબંદરના એરપોર્ટ સામે ઈન્દ્રપ્રસ્ત નગરના બ્લોક નં. ૨૭માં રહેતા દેવશીભાઈ નાથાભાઈ કારાવદરાના નામના ૬૬ વર્ષીય વૃદ્ધ દ્વારા એવી પોલીસ ફરીયાદન ોંધાવાઈ છે કે, તેઓ તેમના પરીવાર સાથે યુ.કે.થી વતન પોરબંદર આવ્યા છે. અને તેઓ તથા તેમના. પત્ની સવારના અગિયારેક વાગ્યે પોરબંદર ઝૂંડાળા મહેર બોર્ડિંગ ખાતે તેમના કૌટુંબિક ભત્રીજા ખમીર મનોજ કારાવદરાના લગ્નમાં ગયેલ હતાં. અને લંચ કરી બપોરના દોઢ વાગ્યાના અરસામાં મહેર બોર્ડિંગથી ભાણેજ વિજયની કાર લઈને એમ.જી. રોડ એવરગ્રીન પાસે આવેલ બરોડા બેંકે પૈસા ઉપાડવા માટે નીકળેલ અને બરોડા બેંકની પાછળની ગલીમાં ખાખચોકમાં કાર પાર્ક કરી ચાલીને બરોડા બેંકમાં પૈસા ઉપાડવા માટે ગયેલ હતો. અને આશરે પંદરેક મિનિટની અંદર બેંકમાંથી ૨ લાખ , પાસબુક તથા ચેકબુક વાદલી કલરની કાપડની થેલીમાં નાખી તેઓ બેંકમાંથી નીકળી ગયેલ અને પૈસાની થેલી ડેસ્કબોર્ડના ડાબી બાજુના ગાડીના ખાનામાં રાખી દિધી હતી.
તુરત જ કાર લઈ મહેર સમાજ નજીક ગાડી પાર્ક કરી ગાડીને લોક કરી તેઓ મહેર બોર્ડિંગમાં તેમના પત્નીને બોલાવવા માટે ગયેલ અને થોડીવારમાં જ તેઓ તથા તેમના પત્ની ગાડી પાસે આવતાં અને જોતાં ગાડીનો ડ્રાઈવર સાઈડનો કાચ તુટેલ જોવા મળેલ. તેથ ીતેમણે દરવાજો ખોલી પૈસાની થેલી રાખેલ તે ખાનું ખોલી જોતા થેલી જોવામાં આવેલ નહીં.જેથી આજુબાજુના દુકાનવાળાને વાત કરી સી.સી.ટી.વી. કેમેર બાબતે તપાસ કરેલ અને પછી તેમના સંબધી રાજશીભાઈને બનાવની વાત કરે. પણ પૈસા કે તેને ચોરનાર વિશે કોઈ પત્તો નહી મળતા કમલાબાગ પોલીસ મથકે આવીને ગુન્હો દાખલ કરાવ્યો છે.