પાટણ જિલ્લામાં કોરોનાના 8 નવા કેસથી તંત્ર દોડયું
- પાટણ અને સિધ્ધપુર તાલુકામાં 3-3 અને ચાણસ્મા, રાધનપુરમાં 1-1 કેસ, પાટણમાં 37 કેસ એકટિવ
સિદ્ધપુર,તા.2
પાટણ જિલ્લામાં શરૃ થયેલી કોરોનાની વણથંભી ચોથી લહેરમાં આજે
ફરી ૮ નવા કેસનો ઉમેરો થવા પામ્યો છે.જિલ્લા આરોગ્ય તંત્ર કોરોના સંક્રમણને
અટકાવવા સાબદુ બન્યું છે.આજે નોંધાયેલા કોરોના કેસોમાં પાટણ તેમજ સિદ્ધપુર
તાલુકામાં ૩-૩,જ્યારે
ચાણસ્મા અને રાધનપુરમાં ૧-૧ કેસનો સમાવેશ થાય છે.
જિલ્લામાં આજે આર્ટીપીસીઆર ૧૩૪૫ તેમજ એન્ટીજેન ૩૦૯ મળી કુલ ૧૬૫૪ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૮ કેસ પોઝીટીવ આવ્યા છે.આજે નોંધાયેલા કેસો મા ૩ પુરુષ તેમજ ૫ ી દર્દીઓનો સમાવેશ થાય છે.જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના સંક્રમણ વધી રહ્યુ છે.આજે પાટણ તાલુકાના ૩ કેસમાં ધારપુરનો ૧૯ વર્ષીય યુવક,પાટણ શહેરની કૃષ્ણનગર સોસાયટી માં રહેતો ૧૭ વર્ષીય તરુણ તેમજ નાગરવાડાના ૩૪ વર્ષીય યુવકનો સમાવેશ થાય છે.જ્યારે સિદ્ધપુર તાલુકામાં નોંધાયેલા ૩ કેસમાં ખળીની ૪૦ વર્ષીય યુવતી,કાકોસી ની ૨૫ વર્ષીય યુવતી સહિત સિદ્ધપુર શહેરના પટ્ટણીવાસમાં રહેતી ૨૦ વર્ષીય યુવતીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.જ્યારે રાધનપુરની ૬ વર્ષની નાની બાળકી કોરોના સંક્રમિત બની છે.
આ ઉપરાંત ચાણસ્માના વજીફાના માઢમાં રહેતી ૫૪ વર્ષીય આધેડ મહિલા
કોરોના પોઝીટીવ બની છે.જિલ્લાના નવ તાલુકા પૈકી ચાર તાલુકામાં પોઝીટીવ કેસ નોંધાયા
છે.કોરોનાની ચોથી લહેરમાં જિલ્લા માં અત્યાર સુધી ૬૪ કેસ નોંધાયા છે. જેમાંથી ૩૮
કેસ એક્ટિવ છે.જ્યારે ૫ દર્દીઓ સાજા બની ડિસ્ચાર્જ થયા છે.જિલ્લામાં વધતા કોરોના
કેસને લઈ આરોગ્યતંત્ર હરકતમાં આવ્યું છે.જિલ્લામાં કોરોના કહેરને કાબુમાં લેવા
શાળાઓ, જાહેર
તેમજ ખાનગી પરિવહન સહિત તમામ સ્થળોમાં કોરોના ગાઈડલાઈનનો ચુસ્ત અમલ થાય તે જરૃરી
છે.