રાધનપુર નગર પાલિકાની ટાંકી લીકેજ થતાં નગરજનોને પાણીની તકલીફ
- નાગરના 70 ટકા વિસ્તારને પાણી પુરૃ પાડતી
- સમય મર્યાદા પુર્ણ થયાના વર્ષો બાદ પણ પાલિકા દ્વારા જર્જરિત ટાંકીનો ઉપયોગ કરવામાં આવે છે
રાધનપુર,તા.20
રાધનપુર નગર પાલિકા સંચાલિત પાણીની ટાંકી લોકેજ થતા નાગરના
૭૦ ટકા વિસ્તારમાં લોકોને પાણીની તકલીફ વેઠવાનો વારો આવ્યો છે.નગર મધ્યે બનાવેલ
ઓવર હેડ ટાંકીની સમય મર્યાદા પુર્ણ થયા બાદ પણ તેનો ઉપયોગ કરવામાં આવતા મોટી
દુર્ઘટના થવાની સંભાવના સેવાઈ રહી છે.
રાધનપુર નવીન પોસ્ટ ઓફિસના ખાચામાં નગરપાલિકા સંચાલિત ઓવર હેડ પાણીની કેટલાય સમયથી જર્જરીત બની જવા પામી છે. રાધનપુર નગરમાં લોકોને પાણી પહોંચાડવા માટે ૭લાખ લીટર ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી વર્ષો પહેલા નિર્માણ પામેલ છે. જ્યારે કેટલાય સમય થી જર્જરિત થયેલ પાણીની ટાંકીના કાર્યકાળ ની સમય મર્યાદા પૂર્ણ થઈ હોવા છતાં નગરપાલિકા તંત્ર દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.જેને લઇને ખુબ મોટું જોખમ ઉભુ થયેલું છે. જર્જરિત થયેલ ટાંકી કેટલાક દિવસથી લીકેજ થવા પામી હતી.
જેને લઇને ટાંકીના તળિયામાં પાણી ભરાયુ હતું ટાંકી લીકેજ થતાં જાણ થતાં
પાલિકા દ્વારા ટાંકી ભરવાનુ બંધ કરવામાં આવતા નગરના મોટાભાગના વિસ્તારમાં લોકોને
પાણીની સમસ્યાની સામનો કરવો પડી રહ્યો છે.જ્યારે પાણીની ટાંકીના કાર્યકાળની સમય
મર્યાદા પુર્ણ થયેલ હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા નવીન ટાંકી બનાવવાનું આયોજન
કરવામાં બદલે જર્જરિત થયેલ ટાંકીનું સમારકામ કરાવવાની વાત કરવામાં આવી રહી
છે.પડવાના વાંકે ઊભેલી ટાંકીનો ઉપયોગ થતા આજુબાજુના વિસ્તારના લોકો માટે જોખમ રૃપ
હોવાનું મનાઈ રહ્યું છે.