Get The App

અનાજ કઠોળ પર 5 ટકા જીએસટીના વિરોધમાં સિદ્ધપુર યાર્ડમાં હરાજી બંધ

- જીવન જરુરી ચીજ વસ્તુઓ પર જીએસટી લાગુ કરવાથી પ્રજા પર વધુ એક મોંઘવારીનો ડામ

Updated: Jul 19th, 2022

GS TEAM


Google News
Google News
અનાજ કઠોળ પર 5 ટકા જીએસટીના વિરોધમાં સિદ્ધપુર યાર્ડમાં હરાજી બંધ 1 - image

સિધ્ધપુર,તા.18

જીવન જરૃરી એવા અનાજ-કઠોળના માલ ઉપર ૫ ટકા જી.એસ.ટી.નો નિયમ આગામી ૧૮ તારીખથી અમલી થવા જઇ રહ્યો છે. જેને લઈને આમ જનતાને ખરીદીમાં પાંચ ટકા વધુ રકમ ચુકવવી પડશે. સરકારના આ નિર્ણય સામે સિદ્ધપુર માર્કેટયાર્ડ એસોસિયેશનના વેપારીએ આજે અનાજ અને કઠોળની ખરીદી બંધ રાખી બંધ પાળી વિરોધ નોંધાવ્યો હતો.

સામાન્ય રીતે બ્રાન્ડેડ ટ્રેડમાર્કવાળા અનાજ કઠોળ ઉપર પહેલેથી જ ૫ ટકા જી.એસ.ટી. લાગુ કરાયેલ. પરંતુ ટ્રેડમાર્ક વગરના કે જેની પીયત ૯૦ ટકા થાય છે. તેવા જીવન જરૃરી અનાજ-કઠોળ ઉપર પણ આગામી ૧૮ મીથી ૫ ટકા જી.એસ.ટી. લગાવવાનો નિર્ણય કરાતા સામાન્ય વ્યક્તિનું બજેટ ખોરવાશે. એટલે મીલમાંથી જે અનાજનો કટો વેપારીના ગોદામમાં આવશે. તેના પર ૫% જી.એસ.ટી. લાગીને જ આવશે અને હોલસેલ વેપારી આ વધારાના પાંચ ટકામાં પોતાનો નફો ઉમેરી છુટક કરીયાણાવાળાને આપશે. જ્યારે ગ્રાહક અનાજ કઠોળ ખરીદશે.

ત્યારે આ પાંચ ટકા ઉપરાંત મીલ, હોલસેલર અને નાના વેપારીનું કમિશન મજુરી ચડીને ભાવ લેવાશે. આમ સામાન્ય ગ્રાહકને જે વસ્તુ પાંચમાં મળતી હોય તેના ૯ રૃપિયા ચુકવવાના થાય. જોકે કમિશનનો હાલ એક ટકો ચાલતો હતો. પરંતુ હવે તો સરકાર પણ પોતાના પાંચ ટકા જી.એસ.ટી. મારફત વસુલવા સજ્જ બની છે. ત્યારે આજે સિદ્ધપુર માર્કેટયાર્ડ એસોસીએશન વેપારીઓએ દુકાનો સવારથી જ બંધ પાળી આ પાંચ ટકા જી.એસ.ટી. વધારો પરત ખેચવાની માંગણી સાથે વિરોધ કર્યો હતો.

Tags :