ન્યુ જર્સી ખાતે ભારતીય અને અમેરિકન સિનીયર સિટીઝન્સે સાથે દિવાળીની ઉજવણી કરી
ન્યુ જર્સી, તા.8 નવેમ્બર 2022,મંગળવાર
બાળક હોય કે વડીલ તહેવારો સૌના મનમાં હર્ષોલ્લાસની લાગણી જગાવી દે છે. દેશ હોય કે પરદેશ બધી જગ્યાએ ભારતીયો દ્વારા ધૂમધામથી તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. દિવાળીના અવસર દરમિયાન અમેરિકાના ન્યુ જર્સી રાજ્યમાં આવેલ જર્સી શહેર ખાતે ઇન્ડો-અમેરિકન સિનીયર સિટીઝન્સ એસોસિયેશન ઓફ હડસન કાઉન્ટી દ્વારા ભવ્ય દિવાળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનમાં વર્ડ વિગનના ચેરમેન, બી.સી.બી બેંક, એલાઇડ કેર, લાઇફ કેર ફાર્મસી સહિત અન્ય કેટલીક સંસ્થાઓ તેમજ લોકો દ્વારા ઉજવણી માટે ડોનેશન આપવામાં આવ્યું હતું. આમ, સંસ્થાને કુલ $ 11,000 જેટલું ડોનેશન મળ્યું હતું. દિવાળીની ઉજવણીમાં કાઉન્ટી કમિશનર એન્થોની, કાઉન્સિલ મેંન યુસુફ સાલેહ, જેફ ડબ્લીન સહિત કેટલાક મહાનુભાવો હાજર રહ્યા હતા. આ સમારોહમાં શામેલ લોકો દ્વારા વક્તવ્ય, ગાયન અને નૃત્ય સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી.
નોંધ: વિદેશોમાં વસવાટ કરતા ભારતીયો માટે ગુજરાત સમાચાર શરૂ કરી રહ્યુ છે એક વિશેષ વિભાગ આપના આસપાસના વિસ્તારમા બનતા સામાજીક ધાર્મિક કે સંસ્થાકિય જેવા કાર્યક્રમોની વિગતો આપના પોતિકા ગુજરાત સમાચારની વેબસાઇટ પર પ્રસારિત કરવા માટે ફોટોગ્રાફ અને વીડિયો સાથેની વિગતો અમને મોકલી આપો.
સંપર્ક: gsns.global@gmail.com
Mo.No. +91-8799236060