નવસારીના ઉભરાટ દરિયામાં ન્હાવા પડેલા સુરતના 2 યુવાનોના ડૂબી જતા મોત
Image Source: Pixabay
- બચાવી લેવામાં આવેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
નવસારી, તા. 31 ઓગષ્ટ 2023, ગુરૂવાર
નવસારીના ઉભરાટ દરિયામાં ન્હાવા પડેલા સુરતના બે યુવકોના ડૂબી જવાથી મોત થઈ ગયા છે. આ બંને યુવકો સુરતના ચોર્યાસી તાલુકાના મહાપ્રભુ નગર સોસાયટીમાં રહેતા હતા. પાંચ યુવકો દરિયામાં ન્હાવા પડ્યા હતા. જેમાંથી બે યુવકોના ડૂબી જવાથી મોત થઈ ગયા છે જ્યારે એક યુવકને બચાવી લેવાયો છે. સ્થાનિક તરવૈયાઓની મદદથી બે યુવકોની લાશ બહાર કાઢવામાં આવી છે અને એક યુવકને બચાવી લેવામાં આવ્યો છે. બચાવી લેવામાં આવેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બાકીના યુવાનોની શોધખોળ ચાલુ છે.
મૃતકોમાં વિજય કુમાર શિવશંકર યાદવ (ઉ.વર્ષ.22) અને અજય ભરથરી પ્રજાપતિ (ઉ.વર્ષ.21) સામેલ છે. આ બંને સુરતના ચોર્યાસી તાલુકાના મહાપ્રભુ નગર સોસાયટીના રહેવાસી છે. સૂરજ યાદવ મરોલી સીએચસીમાં સારવાર હેઠળ છે.