Get The App

Sikkim Flood: મૃત્યુઆંક 65 પર પહોંચ્યો, 81 હજુ પણ લાપતા, કેન્દ્રીય ટીમ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરશે

ચાર જિલ્લાના 86 વિસ્તારોમાં રહેતા 41,870 લોકો પૂરથી પ્રભાવિત થયા

અત્યાર સુધીમાં 2,563 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા

Updated: Oct 8th, 2023

GS TEAM


Google News
Google News
Sikkim Flood: મૃત્યુઆંક 65 પર પહોંચ્યો, 81 હજુ પણ લાપતા, કેન્દ્રીય ટીમ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરશે 1 - image


Sikkim flash floods : સિક્કિમમાં વાદળ ફાટ્યા (Sikkim Cloudburst) બાદ તિસ્તા નદીમાં અચાનક આવેલા ભયાનક (Floods in the Teesta River) પૂર આવ્યું હતું જેના કારણે તબાહી સર્જાઈ હતી. આ ભયાનક આવેલા પૂરથી મૃત્યુઆંક વધી (death toll)ને 65 થઈ ગયો છે. 

ચાર જિલ્લાના 41,870 લોકો પૂરથી પ્રભાવિત થયા 

સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ (SSDMA) અને જલપાઈગુડી પોલીસે જણાવ્યું હતું કે સિક્કિમમાંથી 30 અને પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાંથી 35 મૃતદેહો મળી આવ્યા છે. આ ઉપરાંત 81 લોકો હજુ પણ ગુમ છે અને 26 લોકો ગંભીર રીતે ઘાયલ છે, જેમની વિવિધ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ (SSDMA) અનુસાર ગઈકાલે સિક્કિમમાં વધુ ચાર મૃતદેહો મળ્યા બાદ સિક્કિમમાં મૃતકોની સંખ્યા વધીને 30 થઈ ગઈ છે. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે. ચાર જિલ્લાના 86 વિસ્તારોમાં રહેતા 41,870 લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આ પૂરમાં 1,507 મકાનોને નુકસાન (houses damaged) થયું છે. અત્યાર સુધીમાં 2,563 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ સિવાય પૂરમાં કુલ 13 પુલ (bridges collapsed) ધરાશાયી થયા છે.

રાજ્યનો સૌથી મોટો ડેમ કેવી રીતે ધોવાઈ ગયો? 

જો તમે સિક્કિમના સૌથી મોટા ડેમ તીસ્તા 3ના વિનાશના દૃશ્યો પર નજર કરશો તો તમને જણાઈ આવશે કે આ સર્વનાશ પાછળ પૂરના નિરીક્ષણ માટેની સિસ્ટમ (flood monitoring system failure)ની નિષ્ફળતા પણ જવાબદાર દેખાશે. ભયાનક પૂરના વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે 60 ફૂટ ઊંચાઈ ધરાવતો આ તીસ્તા 3 ડેમ ધોવાઈ જાય છે. આ ડેમની 1200 મેગાવોટ વીજળી પેદા કરવાની ક્ષમતા હતી અને તે રાજ્યનો સૌથી મોટો ડેમ હતો. આ ડેમનું નિર્માણ 2008માં શરૂ થયું હતું અને 2017માં તેનું કામ પૂરું થયું. તેની પાછળ 14000 કરોડનો ખર્ચ કરાયો હતો.

રાજ્ય સરકારે પૂર્વ CM પવન ચામલિંગની સરકારને જવાબદાર ઠેરવી  

જોકે સિક્કિમમાં આભ ફાટવાને કારણે આવેલા ભીષણ પૂર (Sikkim South Lhonak Lake burst) માં ચુંગથાંગ ડેમના તૂટવા માટે રાજ્યની પૂર્વ સરકારને જવાબદાર ઠેરવાઈ રહી છે. સીએમ પ્રેમ સિંહ તમાંગે કહ્યું કે ચુંગથાંગ ડેમ તૂટવાનું કારણ અગાઉની રાજ્ય સરકાર દ્વારા કરાયેલું ઘટિયા નિર્માણ જવાબદાર છે. સિક્કિમના સીએમએ આ ત્રાસદી માટે પૂર્વ સીએમ પવન કુમાર ચામલિંગની સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટની સરકારના વાહિયાત નિર્માણ કાર્યને જવાબદાર ગણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે પવન ચામલિંગ સિક્કિમમાં 24 વર્ષમાં વધુ સમય સુધી સત્તામાં રહ્યા હતા. 

Sikkim Flood: મૃત્યુઆંક 65 પર પહોંચ્યો, 81 હજુ પણ લાપતા, કેન્દ્રીય ટીમ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરશે 2 - image

Tags :