SDM જ્યોતિ મૌર્યએ દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, જાણો શું કરી માંગ
Image Source: Twitter
- યુપી SDMએ તેમના વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવતા તમામ કન્ટેન્ટ હટાવવા માટે અરજી દાખલ કરી
નવી દિલ્હી, તા. 16 ઓગષ્ટ 2023, બુધવાર
યુપી SDM જ્યોતિ મૌર્યએ દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. જ્યોતિ મોર્યએ તેમની પર્સનલ લાઈફ સાથે સબંધિત ખબરો, ફેક ન્યૂઝ, વીડિયો, ઓડિયો અને તેમની સાથે સબંધિત સોન્ગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવવાની માંગ કરી છે. યુપી SDMએ તેમના વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવતા તમામ કન્ટેન્ટ હટાવવા માટે અરજી દાખલ કરી છે.
જ્યોતિ મૌર્યએ આ ઉપરાંત મીડિયાને ભવિષ્યમાં પણ પોતાની પર્સનલ લાઈફ વિશે કોઈ પણ વાત તેમની પર્મિશન વિના ન ચલાવવામાં આવે તેવો નિર્દેશ આપવાની માંગ કરી છે. જૂનમાં જ્યોતિના પતિ આલોકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તેમાં તેમણે તેમની પત્ની જ્યોતિ પર ચીટિંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. આલોકે કહ્યું હતું કે, 2010માં તેમના લગ્ન થયા હતા અને તેમણે તેમની પત્નીને ભણાવવા માટે લોન લીધી હતી જેથી પત્ની તેના સપના પૂરા કરી શકે પરંતુ તેણે મને દગો આપ્યો.
આલોક અને જ્યોતિના સબંધોમાં પડી તિરાડ
આલોકે આરોપ લગાવતા કહ્યું હતું કે, તેમની પત્ની જ્યોતિ મૌર્યના હવે હોમ ગાર્ડ કમાન્ડન્ટ મનીષ દુબે સાથે સબંધ છે. PCS ઓફિસર બની ગયા બાદથી જ્યોતિ અને મારા સબંધોમાં તિરાડ આવી ગઈ છે. તેણે મારા અને પરિવાર વિરુદ્ધ દહેજ ઉત્પીડનનો ખોટો કેસ કર્યો છે.