Get The App

મહિલા અનામત બિલમાં બે ખામી, સરકારનો જાતિ આધારિત વસતી ગણતરીથી ધ્યાન ભટકાવવા પ્રયાસ, રાહુલે તાક્યું નિશાન

રાહુલ ગાંધીએ બિલમાં બતાવી બે ખામીઓ

Updated: Sep 22nd, 2023

GS TEAM


Google News
Google News
મહિલા અનામત બિલમાં બે ખામી, સરકારનો જાતિ આધારિત વસતી ગણતરીથી ધ્યાન ભટકાવવા પ્રયાસ, રાહુલે તાક્યું નિશાન 1 - image


નારી શક્તિ વંદન બિલ કે જે 27 વર્ષથી લટકી રહ્યું હતું જેને હાલ બંને ગૃહમાંથી લીલી ઝંડી મળી ગઈ છે. આ દરમિયાન આજે રાહુલ ગાંધી (Rahul Gandhi) દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં તેમણે મહિલા અનામત બિલ (Women Reservation Bill) પર વાત કરી હતી. રાહુલ ગાંધીએ બિલમાં બે ખામી રહેલી છે તેવો ઉલેખ્ખ કર્યો હતો.  રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે સરકાર જાતિ ગણતરી પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહી છે.

રાહુલ ગાંધીએ બિલમાં બતાવી બે ખામીઓ  

રાહુલ ગાંધીએ મહિલા અનામત બિલમાં બે ખામીઓ નીકળી હતી. પહેલા વસ્તી ગણતરી અને સીમાંકન કરવાની જરૂર છે. આ બંને કામમાં ઘણા વર્ષો લાગશે. જો સરકાર ઈચ્છે તો મહિલા અનામતને હાલમાં જ લાગુ કરવી શકે તેમ છે. વધુમાં રાહુલ ગાંધીએ સરકારને સવાલ કર્યા હતા કે આનો અમલ થશે કે નહીં તે કોઈને ખબર નથી. આ ધ્યાન ભટકવા માટેની રાજનીતિ છે.

સરકાર ચલાવતા 90 અધિકારીઓમાંથી માત્ર ત્રણ OBC કેટેગરીના 

રાહુલ ગાંધીએ મહિલા અનામત બિલમાં OBC અનામત લાગુ કરવાની માંગ કરી હતી. તેમણે સવાલ કર્યો કે, જે સંસ્થાઓ દેશ ચલાવે છે જેમ કે સંસદમાં કેબિનેટ સેક્રેટરી અને સેક્રેટરીઓ તેમાં 90માંથી માત્ર ત્રણ અધિકારીઓ જ OBC કેટેગરીના કેમ છે? પીએમ મોદી રોજ OBCની વાત કરે છે પરંતુ તેમણે ઓબીસી કેટેગરી માટે શું કર્યું? 

Tags :