Get The App

લોકસભા ચૂંટણી પહેલા JDSએ INDIA ગઠબંધનનું વધાર્યું ટેન્શન, NDA માટે લીધો મોટો નિર્ણય

જેડીએસના નેતા એચ.ડી.કુમારસ્વામીએ આજે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કુમારસ્વામી અને અમિત શાહની તસવીરો શેર કરી

Updated: Sep 22nd, 2023

GS TEAM


Google News
Google News
લોકસભા ચૂંટણી પહેલા JDSએ INDIA ગઠબંધનનું વધાર્યું ટેન્શન, NDA માટે લીધો મોટો નિર્ણય 1 - image

નવી દિલ્હી, તા.22 સપ્ટેમ્બર-2023, શુક્રવાર

લોકસભા ચૂંટણી-2024 પહેલા ભાજપને નવો સાથી મળી ગયો છે... કર્ણાટકની ત્રીજા નંબરની પાર્ટી જનતા દળ સેક્યુલર હવે એનડીએમાં સામેલ થઈ ગઈ છે. જેડીએસના નેતા એચ.ડી.કુમારસ્વામીએ આજે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કુમારસ્વામી અને અમિત શાહની મુલાકાત દરમિયાન ભાજપ નેતા જે.પી.નડ્ડા અને ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત પણ ઉપસ્થિત હતા. આમ લોકસભા ચૂંટણી પહેલા જેડીએસે એનડીએમાં સામેલ થવાનો નિર્ણય કરતા INDIA ગઠબંધન માટે ફટકો પડવા સમાન જેવી બાબત છે.

કર્ણાટકમાં ભાજપનું વર્ચસ્વ વધશે

ભાજપ અને જેડીએસ વચ્ચે લાંબા સમય સુધી ગઠબંધન અંગે ચર્ચા ચાલી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે, એનડીએમાં જેડીએસ સામેલ થયા બાદ કર્ણાટકમાં ભાજપનું વર્ચસ્વ વધશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કુમારસ્વામી અને અમિત શાહ સાથેની તસવીરો શેર કરી આ બાબતની માહિતી આપી છે. ઉલ્લેખનિય છે કે, મે મહિનામાં યોજાયેલી કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને જેડીએસ બંને પક્ષો અલગ અલગ ચૂંટણી લડ્યા હતા. તો બીજીતરફ કોંગ્રેસે કર્ણાટકની સત્તા પર બહુમતી સાથે કબજો જમાવ્યો હતો.

Tags :