Get The App

મહિલા અનામત બિલને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, 20 સપ્ટેમ્બરે સંસદમાં રજૂ થઈ શકે છે બિલ

સંસદના વિશેષ સત્ર વચ્ચે આજે કેન્દ્રીય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી

મહિલા અનામત બિલ 20 સપ્ટેમ્બર એટલે કે આગામી બુધવારે સંસદમાં રજૂ કરાઈ શકે છે

Updated: Sep 18th, 2023

GS TEAM


Google News
Google News
મહિલા અનામત બિલને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, 20 સપ્ટેમ્બરે સંસદમાં રજૂ થઈ શકે છે બિલ 1 - image

આજથી સંસદમાં પાંચ દિવસના વિશેષ સત્રની શરૂઆત થઇ છે. ત્યારે સંસદના વિશેષ સત્ર વચ્ચે આજે કેન્દ્રીય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. મળતી માહિતી અનુસાર, કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મહિલા અનામત બિલને મંજૂરી આપી દેવાઈ છે. તેની સાથે જ માહિતી સામે આવી છે કે, મહિલા અનામત બિલ 20 સપ્ટેમ્બર એટલે કે આગામી બુધવારે સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે. સૂત્રોના અનુસાર, કેબિનેટે મહિલાઓ માટે 33 ટકા અનામતને મંજૂરી આપી દીધી છે.

હાલ લોકસભામાં 78 મહિલા સભ્યો પસંદગી પામી, જે કુલ સંખ્યા 543ના 15 ટકાથી પણ ઓછી છે. આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, ઓડિસા, સિક્કિમ, તામિલનાડુ, તેલંગાણા, ત્રિપુરા અને પુડ્ડુચેરી સહિત કેટલાક રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ 10 ટકાથી ઓછું છે

છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી કોંગ્રેસ, BJD અને BRS સહિતના કેટલાક પક્ષોએ મહિલા અનામત બિલને રજૂ કરવાની માંગ કરી છે.

Tags :