વર્લ્ડ કપ માટેની ભારતની ટીમ જાહેર : અશ્વિનનો સમાવેશ કરાયો
- અક્ષર પટેલ હજુ ઇજાગ્રસ્ત હોઈ ટીમમાંથી બહાર
- સુર્યકુમાર યાદવે ફોર્મ બતાવતા તેને પણ એન્ટ્રી મળી ઃ ટીમમાં ત્રણ સ્પિનર
નવી દિલ્હી: વન ડેના વર્લ્ડ કપ માટેની ભારતની ટીમ જાહેર થઈ છે જેમાં ઓફ સ્પિનર આર. અશ્વિનનો સમાવેશ થયો છે તેમજ બેટસમેન સુર્યકુમાર યાદવને પણ સ્થાન મળ્યું છે.
સ્પિનર ઓલરાઉન્ડર અક્ષર પટેલ એશિયા કપમાં બાંગ્લાદેશની મેચ દરમ્યાન ઇજાગ્રસ્ત થયો હતો અને તે આજ સુધી ફીટ નહીં થયો હોઇ અશ્વિનને તક મળી છે. વર્લ્ડ કપ અગાઉ જે પ્રોવિઝનલ ટીમ જાહેર થઈ હતી તેમાં અશ્વિન નહોતો અને ટીમ મેનેજમેન્ટે બેટિંગ ડેપ્થનું કારણ આપી સ્પિનર ઓલરાઉન્ડર અક્ષર પટેલ પર પસંદગી ઉતારી હતી. જો કે અશ્વિન ઉપરાંત ચહલને બહાર રાખ્યા હતા તેથી વિશેષ કરીને અશ્વિનને પડતો મુકાયો તેથી આશ્ચર્ય સાથે ચાહકોએ નારાજગી વ્યક્ત કરી હતી કેમ કે અશ્વિન પણ બેટિંગ કરી જ શકે છે. ઓસ્ટ્રેલિયા સામે તેણે બે મેચમાં ૪ વિકેટ ઝડપી હતી.
જો કે અશ્વિન ભારતની વન ડે ટીમમાં ૧૮ મહિનાથી નહોતો તે ૨૦૧૧ અને ૨૦૧૫ની વર્લ્ડ કપ ટીમમાં હતો પણ ૨૦૧૯ના વર્લ્ડ કપમાં સ્થાન નહતો મેળવી શકયો.
સુર્યકુમાર યાદવે ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડેમાં વિસ્ફોટક બેટિંગ કરીને પસંદગી સમિતિનું દિલ જીત્યું હતું.
૨૦૧૧ અને ૨૦૨૩ના વર્લ્ડ કપ રમશે તેવા ભારતના બે ખેલાડીઓ છે. કોહલી અને અશ્વિન આમ અનુભવનો પણ ભારતીય ટીમને ફાયદો થશે.
વોશિંગ્ટન સુંદર હવે એશિયન ગેમ્સના ક્રિકેટ ઇવેન્ટ માટે ચીન જશે.
ભારતની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુબમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કે.એલ. રાહુલ (વિકેટ કિપર), ઇશાન કિશન (વિકેટ કિપર), સુર્યકુમાર યાદવ, હાર્દિક પંડયા (વાઇસ કેપ્ટન), રવીન્દ્ર જાડેજા, કુલદિપ યાદવ, રવીચન્દ્ર અશ્વિન, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમી.