Get The App

અફઘાનિસ્તાનમાં મધ્યરાત્રિએ ભૂકંપના આંચકા અનુભવાયા, તીવ્રતા 4.1 રહી, લોકોમાં ભયનો માહોલ

ઓક્ટોબરમાં અફઘાનિસ્તાનમાં આવેલા સતત ભૂકંપમાં 4000થી વધુના મોત

Updated: Nov 21st, 2023

GS TEAM


Google News
Google News
અફઘાનિસ્તાનમાં મધ્યરાત્રિએ ભૂકંપના આંચકા અનુભવાયા, તીવ્રતા 4.1 રહી, લોકોમાં ભયનો માહોલ 1 - image


Earthquake Today: અફઘાનિસ્તાનમાં ફરી એક વખત મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આપેલી માહિતી પ્રમાણે અફઘાનિસ્તાનમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જોરદાર ભૂકંપના આંચકાના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે મળતી માહિતી અનુસાર હજુ સુધી કોઈ જાનમાલને નુકશાન થયાના અહેવાલ નથી.

ઓક્ટોબરમાં ભૂકંપનો દોર ચાલ્યો અફઘાનમાં 

ઓક્ટોબરની શરૂઆતમાં જ અફઘાનિસ્તાનમાં એક પછી એક આવેલા અનેક ભૂકંપના આંચકાને પગલે મોટી જાનહાનિ થઈ હતી અને આશરે 4000થી વધુ લોકોએ જીવ ગુમાવી દીધા હતા. તે જ સમયે, 9,000 થી વધુ ઘાયલ થયા હતા. આ દરમિયાન લાખોની સંખ્યામાં લોકો બેઘર પણ થઈ ગયા હતા. આખે આખા શહેર કાટમાળમાં ફેરવાઈ ગયા હતા.  આ ભૂકંપ 6.3ની તીવ્રતાનો હતો જે બે દાયકામાં દેશમાં આવેલા સૌથી વિનાશક ભૂકંપ પૈકીનો એક સાબિત થયો.

ભૂકંપ શા માટે થાય છે?

પૃથ્વીની અંદર કુલ સાત પ્લેટ છે. જે હંમેશા કાર્ય કરતી રહે છે. જ્યાં આ પ્લેટ્સ એકબીજા સાથે અથડાઈ છે તેને ફોલ્ટ ઝોન કહેવામાં આવે છે. જ્યારે આ પ્લેટો અથડાય છે, ત્યારે ઊર્જા બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. આ પ્લેટની હિલચાલ ભૂકંપ બની જાય છે. ભૂકંપનું કેન્દ્ર સપાટીથી જેટલું નજીક હોય તેટલી વધુ તબાહી સર્જાતી હોય છે.

કેટલી તીવ્રતા પર કેવો ભૂકંપ અનુભવાય છે?

જો ભૂકંપની તીવ્રતા 0 થી 1.9 રિક્ટર હોય તો તેનો અનુભવ થતો નથી. તેની જાણકારી સિસ્મોગ્રાફ દ્વારા મેળવવામાં આવે છે. બીજી તરફ 2 થી 2.9 રિક્ટર પર હળવી ધ્રુજારી અનુભવાય છે. આ સિવાય તેની તીવ્રતા જો 3 થી 3.9 હોય તો થોડા વધારે આંચકા અનુભવાય છે. આ ઉપરાંત 4 થી 4.9 રિક્ટર હોય તો બારીઓ તૂટી શકે છે જ્યારે 5 થી 5.9 રિક્ટર પર સામાન અને પંખા હલવા લાગે છે. જ્યારે ભૂકંપની તીવ્રતા 6 થી 6.9 હોય ત્યારે ઘરના પાયામાં તિરાડો પડી શકે છે અને જ્યારે તેની તીવ્રતા 7 થી 7.9 સુધી પહોંચે છે ત્યારે મકાનો પડી જાય છે અને ઘણો વિનાશ થઈ શકે છે. અને જો 8 થી 8.9ની તીવ્રતાનો ભૂકંપ આવે તો સુનામીનો ભય પણ રહે છે. જો ભૂકંપની તીવ્રતા 9 હોય તો ત્યારે પૃથ્વી હલતી હોય તેવી નજર આવે છે. 

Tags :