Get The App

રામ લલ્લાની મૂર્તિ માટે કર્ણાટકથી વિશાળ શિલા અયોધ્યા માટે રવાના, 5 કારીગર તૈયાર કરશે

વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તા અયોધ્યા જવા રવાના થયા હતા

કરકલાના ધારાસભ્ય સુનીલ કુમાર પણ હાજર રહ્યા હતા

Updated: Mar 19th, 2023

GS TEAM


Google News
Google News
રામ લલ્લાની મૂર્તિ માટે કર્ણાટકથી વિશાળ શિલા અયોધ્યા માટે રવાના, 5 કારીગર તૈયાર કરશે 1 - image
Image : Twitter

અમદાવાદ, 19 માર્ચ 2023, રવિવાર

અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના નિર્માણ કાર્ય તેજ ગતિથી થઈ રહ્યુ છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આગામી વર્ષે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ શકે છે. પીએમ મોદીના હસ્તે આ પ્રાણ પ્રતિષ્ઠા થશે તેમ મંદિરના સુત્રોમાંથી માહિતી મળી રહી છે. હવે અયોધ્યામાં રામજન્મભૂમિના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન અયોધ્યામાં રામ લાલાની મૂર્તિના નિર્માણ માટે કર્ણાટકના કરકલાથી અયોધ્યા શ્રી રામજન્મભૂમિ અયોધ્યામાં એક વિશાળ શિલા પણ મોકલવામાં આવી છે.

પૂજા બાદ અયોધ્યા જવા રવાના થયા

વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ તેને શિલા પૂજા બાદ ટ્રકમાં અયોધ્યા જવા રવાના થયા હતા. આ પ્રસંગે કરકલાના ધારાસભ્ય અને સંસ્કૃતિ મંત્રી વી સુનીલ કુમાર પણ હાજર હતા. કર્ણાટકના કરકલા ક્ષેત્રમાં તુંગભદ્રા નદીના કિનારે બનેલી નાની ટેકરીમાંથી આ પથ્થર પસંદ કરવામાં આવ્યો છે.

રામ લલ્લાની મૂર્તિ માટે કર્ણાટકથી વિશાળ શિલા અયોધ્યા માટે રવાના, 5 કારીગર તૈયાર કરશે 2 - image


આ શિલા પર ઘણી પ્રખ્યાત શિલ્પો બનાવવામાં આવી

નેલ્લીકારુ નામના આ પથ્થર પર ઘણી પ્રખ્યાત મૂર્તિઓ બનાવવામાં આવી છે, જે મુખ્ય સ્થાનો પર બિરાજમાન છે. ભગવાન રામની મૂર્તિ બનાવવા માટે નેપાળની સાથે-સાથે દેશના વિવિધ ભાગોમાંથી પથ્થરો લાવવામાં આવી રહ્યા છે. મૂર્તિ બનાવવાનું કામ દેશના પાંચ કારીગરોને સોંપવામાં આવ્યું છે.

રામ લલ્લાની મૂર્તિ માટે કર્ણાટકથી વિશાળ શિલા અયોધ્યા માટે રવાના, 5 કારીગર તૈયાર કરશે 3 - image


પીએમ મોદી ભગવાન રામલલાની મૂર્તિની સ્થાપના કરશે

મળતી માહિતી મુજબ આ શિલામાંથી જે પણ પથ્થર રામ લાલાની દિવ્ય અને ભવ્ય મૂર્તિ બનાવશે તે મૂર્તિ સ્થાપિત થશે. સૂત્રોએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાન્યુઆરી 2024ના ત્રીજા સપ્તાહમાં મંદિરમાં ભગવાન રામલલાની મૂર્તિને તેના મૂળ સ્થાને સ્થાપિત કરશે.

Tags :