Get The App

રિયા ચક્રવર્તીની સીબીઆઇ સમક્ષ હાજર થઇ : 10 કલાક ચાલી પૂરપરછ

- સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા પ્રકરણે

Updated: Aug 29th, 2020

GS TEAM

Google News
Google News
રિયા ચક્રવર્તીની સીબીઆઇ સમક્ષ હાજર થઇ : 10 કલાક ચાલી પૂરપરછ 1 - image



મુંબઇ,તા.28 ઓગષ્ટ, 2020, શુક્રવાર

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા પ્રકરણે અંતે સીબીઆઇએ સુશાંત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને સમન્સ બજાવતા તે આ સીબીઆઇ સમક્ષ હાજર થઇ ગઇ હતી. સીબીઆઇએ આજે આઠ કલાક સુધી રિયાની પૂછપરછ કરી હતી.

આજે સવારે ૧૧ વાગ્યે રિયા ચક્રવર્તી ડીઆરડીઓ  ગેસ્ટ હાઉસમાં પહોંચી ગઇ હતી. સવારે ૧૧ વાગ્યાથી ચાલેલી તેની તપાસ રાત્રે નવ   વાગ્યા સુધી ચાલી હતી. સીબીઆઇની તપાસ ટીમના વડા એસ. પી. નુપૂર પ્રસાદ અને અન્ય અધિકારીઓએ રિયાની સતત પૂછપરછ કરી હતી. આજે રિયા સિવાય સુશાંતના ફલેટમેટ  અને મિત્ર સિધ્ધાર્થ પિઠાની, હાઇસમેનેજર એમ્યુઅલ મિરાંડા, કુક નિરજ, દીપેશ સાવંત અને કેશવની પણ સીબીઆઇની વિવિધ ટીમોએ પૂછપરછ કરી હતી. એવુ જાણવા મળ્યુ હતુ કે સીબીઆઇના અધિકારીઓ સાથે ફોરિન્સિક એક્સપર્ટ પણ પૂછપરછ સંદર્ભે ગેસ્ટહાઉસમાં હાજર હતા સીબીઆઇ આ સંદર્ભે હત્યા અને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાના બન્ને એન્ગલથી તપાસ કરી રહી છે આ વાતોને ધ્યાનમાં રાખી આજે સીબીઆઇએ વિવિધ પ્રશ્નો તેયારા રાખી રિયાની સઘન પૂછતાછ કરી હતી.  દરમિયાન આજે સીબીઆઇની ટીમ સિધ્ધાર્થ પિઠાનીની પૂછપરછ બાદ તેને ગેસ્ટહાઉસમાંથી બહાર કાઢી  મુંબઇ સ્થિત તેના હેડવૉટરમાં લઇ ગઇ હતી.

દરમિયાન સૂત્રો પાસેથી એવુ જાણવા મળ્યું હતુ કે રિયાએ તેની પૂછપરછમાં ગોળ-ગોળ જવાબ આપ્યા હતા અને સીબીઆઇની ટીમને તેના જવાબથી સંતોષ થયો નહોતો.  દરમિયાન રિયાએ સવારે જ પોલીસનું સંરક્ષણ માગ્યું હોવાથી તપાસ બાદ મુંબઇ પોલીસની એક જીપ તેને  સાંતાક્રુઝ પોલીસ  સ્ટેશન સુધી એસ્કોર્ટ  કરી  મૂકી આવી હતી. આ સાથે જ  આજે રિયાની પૂછપરછનો પ્રથમ રાઉન્ડ પુરો થયો હતો. આગામી દિવસોમાં સીબીઆઇની ટીમ તેની સતત અને સઘન પૂછપરછ કરશે તેવુ સૂત્રોએ જણાવ્યું હતું.


Tags :