Get The App

નવી મુંબઈમાં 61 અતિ જોખમી બિલ્ડિંગ તત્કાળ ખાલી કરવા સૂચના

Updated: May 26th, 2023

GS TEAM


Google News
Google News
નવી મુંબઈમાં 61 અતિ જોખમી બિલ્ડિંગ તત્કાળ ખાલી કરવા સૂચના 1 - image


મ્યુનિ. યાદી અનુસાર કુલ 524 જોખમી ઈમારતો

300 ઈમારતોમાં માળખાકીય સમારકામની જરુર : ચોમાસાં પહેલાં પાલિકાએ યાદી પ્રગટ કરી

મુંબઈ :     નવી મુંબઈ ખાતે જૂની અને જર્જરિત૫૨૪ ઇમારતાને જોખમી અને તે પૈકી ૬૧ ઇમારતો  ખૂબ જ જોખમી હોવાનું નવી મુંબઈ મહાનગર પાલિકા જાહેર કર્યું છે.આ ઇમારતના રહેવાસીઓને જગ્યા  ખાલી કરીને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરી જવા જણાવાયં છે. 

     નવી મુંબઈ મહાનગર પાલિકા થકીવર્ષ ૨૦૨૩-૨૦૨૪ માટે નવી મુંબઈના અધિકારક્ષેત્રમાં આવેલી જોખમી ઈમારતોનો વિભાગવાર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.આ સર્વેક્ષણ બાદ મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશનની કલમ ૨૬૪ હેઠળનવી મ્યુનિસિપલ વિસ્તારમાં કુલ ૫૨૪ ઈમારતોને જોખમી ઈમારતો તરીકે જાહેર કરવામાં આવી છે.

૬૧ ઈમારતોને સી વન કેટેગરી હેઠળ આવરી લેવાઈ છે. મતલબ કે આ ઈમારતો બિલકૂલ જોખમી છે અને તે તત્કાળ ખાલી કરી દેવી પડશે. ૧૧૪ ઈમારત સીટૂ એ શ્રેણી હેઠળ આવે છે. મતલબ કે આ ઈમારતો ખાલી કરી દેવાની રહેશે અને તે પછી તેમાં માળખાકીય સમારકામ હાથ ધરી શકાશે. જ્યારે સીટુબી કેટેગરીમાં મોટાપાયે માળખાકીય સમારકામ હાથ ધરવાનું રહેશે. એવી ૩૦૦ ઈમારતો છે. બીજી તરફ ૪૯ ઈમારતોને સી-૩ કેટેગરી હેઠળ મૂકવામાં આવી છે. મતલબ કે અહીં નાનું મોટું સમારકામ કરાવવાનું રહેશે. 

આ યાદી નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈપર ઉપલબ્ધ છે. આ સિવાય 'ટ્રાન્સપાસ ડિપાર્ટમેન્ટ' માહિતી વિભાગ હેઠળ સરળ અવલોકન માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.  


Tags :