એમપીએસસીના 90000 વિદ્યાર્થીઓની હોલટિકિટ વાયરલ કરનારો ઝડપાયો
નવી મુંબઈના 19 વર્ષના તરુણે લીંક હેક કરી વાયરલ કરી
લેપટોપ, રાઉટર સહિતની સામગ્રી જપ્ત, ગત 30મી એ પરીક્ષા પહેલાં તમામ ડેટા પ્રગટ કરી દીધો હતો
મુંબઈ - મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશનની વિવિધ પૂર્વ પરીક્ષાની હોલ ટિકિટ વાયરલ કરનારા ૧૯ વર્ષીય યુવકની નવી મુંબઈ પોલીસે ધરપકડ કરી છે.
આરોપી રોહિત કાંબળે પુણેનો રહેવાસી છે પોલીસે તેના ઘરે દરોડા પાડી ગુનામાં ઉપયોગમાં લીદેલા એક ડેસ્ક ટોપ, એક લેપટોપ, ત્રણ મોબાઈલ ફોન, એક ઈન્ટરનેટ રાઉટર જપ્ત કરવામાં આવ્યા છે.પોલીસે આઈપી એડ્રેસના આધારે માહિતી મેળવી આરોપી યુવકને ઝડપી લીધો હતો.
મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન ગુ્રપ બી, ગુ્રપ સીની ૩૦ એપ્રિલના યોજાયેલી સંયુક્ત પૂર્વ પરીક્ષાની હોલ ટિકિટ ટેલિગ્રામ લિંક સોશિયલ મીડિયા પર ફરતી થઈ હતી.
આ લિંકમાં ૯૦ હજારથી વધુ વિદ્યાર્થીઓની હોલ ટિકિટ હતી તે વાયરલ થતા નવી મુંબઈ પોલીસે કેસ નોંધ્યો હતો.
મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશનની બે વેબસાઈટ છે. મુખ્ય વેબસાઈટ પર જાહેરાત, પ્રેસ રિલીઝ, પરિણામ, અભ્યાસક્રમ વગેરેને પીડીએફ ફોર્મેટમાં પ્રકાશિત કરવામાં આવે છે. તેના પર વિદ્યાર્ર્થીઓનો વ્યક્તિગત ડેટા રાખવામાં આવતો નથી.
બીજી વેબસાઈટ ઓનલાઈન એપ્લિકેશન માટે છે. ઉમેદવારની પ્રોફાઈલ, પ્રવેશ, માર્કશીટ અને અન્ય વિગતો ા વેબસાઈટ પર ઉપલબ્દ કરવામાં આવી છે.
૩૦ એપ્રિલે એમપીએસસીની પરીક્ષામાં ૪,૬૬,૪૫૫ ઉમેદવારોએ હાજરી આપી હતી. ઉમેદવારને હોલ ટિકિટ ડાઉનલોડ કરવા મુશ્કેલી ન થાય માટે એમપીએસસીની મુખ્ય વેબસાઈટ પર એલ અલગ લિંક રાખવામાં આવી હતી. એના દ્વારા જ આરોપીએ હોલ ટિકિટ વાયરલ કરી હોવાનું કહેવાય છે. આ બાબતે બેલાપુર પોલીસ મથકે ગુનો નોંધી તપાસ સાયબર સેલને સોંપી દેવામાં આીવ છે.