Get The App

રાયગઢના પૈણથી 12000 ગણેશ પ્રતિમાઓ વિદેશ રવાના

Updated: May 26th, 2023

GS TEAM


Google News
Google News
રાયગઢના પૈણથી 12000 ગણેશ પ્રતિમાઓ વિદેશ રવાના 1 - image


ચોમાસા પહેલાં જ સમુદ્રમાર્ગે વિદેશગમન

એકંદર 25000 થી વધુ મૂર્તિઓની પરદેશ નિકાસ કરવામાં આવશે

મુંબઇ :  ગણપતિદાદાની મૂર્તિઓ ઘડવામાં રાજ્યભરમાં અવ્વલ, રાયગઢ જિલ્લાના પેણ ગામના મૂર્તિકારોએ ઘડેલી ૧૨ હજારથી વધુ મૂર્તિઓ દરિયાઇ માર્ગે જુદા જુદા દેશોમાં મોકલવામાં આવી છે.

પરદેશમાં વસતા અનિવાસી ભારતીયો પણ ધામધૂમથી ગણેશોત્સવ ઉજવે છે. એટલે મે મહિનાના બીજા અઠવાડિયાથી મૂર્તિઓનું વિદેશાગમન શરૃ થઇ જાય છે. ચોમાસુ બેસે ત્યાં સુધી સમુદ્રી માર્ગે મૂર્તિઓની નિકાસ ચાલુ રહે છે. ત્યાર પછી વરસાદમાં દરિયો ખૂબ જ તોફાની બની જાય છે, એટલે દરિયાઇ માર્ગે મૂર્તિની નિકાસ બંધ કરવામાં આવે છે.

અમેરિકા, યુ.કે., ઓસ્ટ્રેલિયા, સંયુક્ત આરબ અમિરાત, મોરિશિયસ અને થાઇલેન્ડ વગેરે દેશોમાં દર વર્ષની જેમ આ વખતે પણ ૨૫ હજારથી વધુ મૂર્તિઓ વિદેશ મોકલવામાં આવશે. ન્હાવા- શેવાના જવાહરલાલ નેહરુ પોર્ટથી આ મૂર્તિઓ એક્સપોર્ટ કરવામાં આવી રહી છે. એક ફૂટથી પાંચ ફૂટ ઊંચી મૂર્તિઓ વિદેશ મોકલવામાં આવી રહી છે. મૂર્તિઓને વિદેશ પહોંચતા લગભગ એક મહિના સુધીનો સમય લાગે છે. ૧૯મી સપ્ટેમ્બરે ગણેશોત્સવ શરૃ થાય એ પહેલાં હજારો મૂર્તિઓ વિદેશ પહોંચી જશે. ત

Tags :